કાપોદ્રા વિસ્તારમાં રહેતી મૂળ ઓલપાડ તાલુકાની તરૂણીને પરપ્રાંતીય યુવાને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમસબંધ બાંધી ગર્ભવતી બનાવતા યુવાન વિરૂધ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાય છે.
કાપોદ્રા વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષીય યુવતીઍ મોટી બહેનને કહ્યું હતું કે મને છેલ્લા કેટલાક મહિનાથી માસિક આવતું નથી. જેની જાણ મોટી બહેન સ્થાનિક વિસ્તારમાં રહેતી માસીને કરી હતી અને સોનોગ્રાફી કરાવવામાં આવી હતી. જેમાં યુવતીને ૫ મહિનાનો ગર્ભ હોવાનો રિપોર્ટ ડોક્ટરે આપ્યો હતો.
જેથી પરિવારના સભ્યોઍ રવિનાની પૃચ્છા કરતા પિન્ટુ રાજેન્દ્ર યાદવ (રહે.રૂમ નં.૨૫, વિહળ નગર, કાપોદ્રા અને મૂળ પૈગાહા, ટેલાખાસ, હંડીયા, ઇલાહાબાદ, યુ.પી) નામના પરિચીત યુવાને પ્રેમસબંધ બાંધી લગ્ન કરવાની લાલચ આપી પોતાની મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધ્યો હતો અને ત્યાર બાદ પોતાને ગર્ભ રહી ગયો હતો અને માસિક આવતું બંધ થઇ ગયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500