Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મનપાનું આકલ્થિક ચેકિંગ, હોમ આઇસોલેશન ના નિયમ નો ભંગ કરી ૬૨ વ્યક્તિઓ રફુચક્કર

  • September 14, 2020 

વૈશ્વિક મહામારી કોરોનાવાયરસ ને અંકુશમાં લેવા માટે મનપા દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવી રહ્ના છે પોઝિટિવ કેસ ના દર્દીના સંપર્ક માં આવેલ વ્યક્તિને હોમ આઇસોલેશન કરવામાં આવે છે. વિવિધ ઝોનમાં ૪૧ પોઝિટિવ કેસ ના સંપર્ક માં આવેલ ૪૩૪ ફેમિલી અને સોશ્યલ વ્યક્તિઓને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા હતા ૩૭૨ વ્યક્તિઓઍ નિયમોનું પાલન કર્યું હતું જ્યારે ૬૨ વ્યક્તિઓઍ નિયમોનો ભંગ કર્યાનું અને બેદરકારી દાખવી હોવાનું બહાર આવ્યું છે પાલિકા દ્વારા આવા વ્યક્તિઓને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે ભંગ કરનાર ની સામે ઍપેડેમીક ડિસીઝ ઍકટ હેઠળ પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

 

કોરોના સંક્રમિત કેસોની ચેનલ તોડવા માટે તંત્ર દ્વારા આકાશ પાતાળ ઍક કરવામાં આવી રહ્નાં છે પોઝિટિવ આવેલા કેસોમાં ફેમિલી અને સોશિયલ કોન્ટેક્ટ માં આવેલ વ્યક્તિઓને હોમ આઇસોલેશન કરવામાં આવી રહ્ના છે. સેન્ટ્રલ ઝોન માં ૬ પોઝિટિવ કેસ ના સંપર્ક માં આવેલ ૭૫ વ્યક્તિને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા હતા જેમાં ૩ વ્યક્તિઍ હોમ આઇસોલેશન નો ભંગ કર્યો છે. વરાછા ઍ. ઝોનમાં ૫ પોઝિટિવ કેસ માં સંપર્કમાં આવેલ ૪૪ ને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા હતા ૧૦ તેઓઍ ભંગ કર્યો હતો. વરાછા બી. ઝોનમાં ૫ પોઝિટિવ કેસ માં સંપર્કમાં આવેલ ૪૪ વ્યક્તિને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા હતા. ૯ વ્યક્તિઓ નિયમનો ભંગ કરતાં માલૂમ પડયા હતા. કતારગામ ઝોનમાં સૌથી વધુ લોકોઍ હોમ આઇસોલેશન નો ભંગ કર્યો છે. પાંચ પોઝિટિવ કેસમાં ૭૭ને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા હતા ૧૭ વ્યક્તિ ભંગ કરતા ઝડપાયા છે. રાંદેર ઝોનમાં ૫ પોઝિટિવ કેસ માં ૨૮ હોમ આઇસોલેશન કરવામાં આવ્યા હતા ૨ વ્યક્તિઓઍ નિયમોનો ભંગ કર્યો છે ઉધના ઝોનમાં પાંચ પોઝિટિવ કેસમાં ૩૭ હોમ આઇસોલેશન કરવામાં આવ્યા હતા. નિયમોનો ભંગ કરતા ૩ વ્યક્તિઓ ઝડપાયા છે. અઠવા ઝોનમાં ૫ પોઝિટિવ કેસ ના સંપર્ક માં આવેલ ૫૦ વ્યક્તિઓને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા હતા.

 

જેમાં ૧૪ વ્યક્તિઓ ઍ આઇસોલેશન નો ભંગ કર્યો છે. અને લિંબાયત ઝોનમાં પાંચ પોઝિટિવ આ કેસમાં સંપર્કમાં આવેલ ૬૩ વ્યક્તિઓને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા હતા.૪ વ્યક્તિને નિયમોનું પાલન કર્યું નથી આમ ૪૧ પોઝિટિવ કેસ માં ૪૩૪ સંપર્કમાં આવેલ વ્યક્તિઓ ને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા હતા. જેમાં મનપાના આકલ્થિક ચેકીંગમાં ૬૨ વ્યક્તિઓ હોમ આઇસોલેશન નો ભંગ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે મનપા દ્વારા આવા વ્યક્તિઓને સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જે કોઇ હોમ આઇસોલેશન ના નિયમનો ભંગ કરશે તેની સામે ઍપેડેમીક ડિસીઝ ઍક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application