Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રૂદરપુરામાં સગીરાનો ફિયાંસીઍ ન્હાતા વિડીયો ઉતારી બ્લેકમેઈલ કરી

  • September 14, 2020 

રૂદરપુરા વિસ્તારમાં રહેતી વ્હોરા સમાજની સગીરાનો તેના ફિંયાસીઍ ન્હાતી વખતે વિડીયો ઉતારી તેની સાથે બળજબરી પુર્વક સંબંધો બાંધ્યા હતા તેમજ શારીરીક બંધેલા સંબંધોનો પણ વિડીયો ક્લીપ ઉતારી હતી. જોકે પાછળથી સગીરાના પિતાઍ સગાઈ તોડી નાંખતા યુવકે મુંબઈ જઈને સગીરાના  ઉતારેલા બિભત્સ વિડીયો સોશ્યલ મીડીયા ઈન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરી બદનામ કરતા ભારે ચકચાર મચી હતી.બનાવ અંગે સગીરાના પિતાઍ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

બનાવ અંગે અઠવા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ રૂદરપુરા વ્હોરાવાડમાં રહેતી ૧૬ વર્ષીય સગીરા જાન્યુઆરી મહિનામાં ઝાપાબજાર દેવડીખાતે તેમના સમાજના ધર્મગુરુ આવતા તેની સેવામાં હતી તે વખતે ધર્મગુરુની સેવામાં મુંબઈના મલાડના પઠાણ વા઼ડમાં રહેતો મુર્તુઝા મુસ્તઅલી વ્હોરા પણ આવ્યો હતો તે દરમિયાન સગીરા સાથે તેનો પરિચય થયો હતો. અને સગીરાના પરિવારને મુર્તુઝા પસંદ પડતા જાન્યુઆરીમાં સગાઈ કરી હતી.

 

ત્યારથી મુર્તુઝા વ્હોરા સગીરાના ઘરે તેમજ તેના ભાઈના ઘરે અવાર નવાર રહેવા માટે આવતો હતો, દરમિયાન મુર્તુઝાઍ સગીરાનો ન્હાતી વખતનો વિડીયો ઉતાર્યો હતો અને તેની મરજી વિરૂદ્ધ તેની સાથે બળજબરીથી શારીરીક સંબંધો બાંધ્યા હતા અને તેનો પણ વિડીયો ક્લીપ ઉતારી હતી, દરમિયાન લોકડાઉન આવી જતા મુર્તુઝા સગીરાના ત્યાં જ રોકાઈ ગયો હતો. મુર્તુઝા સગીરા પર શંકા રાખતો હતો અને સ્કુલમાં જતી વખતે સ્કુલના છોકરા સાથે વાતો કરતી વખતે તેની સાથે ઝઘડો કરતો અને મારઝુડ કરતો હતો જેથી સગીરાના પિતાઍ મે મહિનામાં સગાઈ તોડી નાંખી હતી,

 

 લોકડાઉન ખુલવાની સાથે જ મુર્તુઝા વ્હોરા મુંબઈ જઈ સગીરાના બિભત્સ ક્લીપ અને બિભત્સ કોમેટ લખી ફોટા વિડીયો ઈન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરી ફરતા કરી સગીરાને બદનામ કરી હતી. બનાવ અંગે સગીરાના પિતાની ફરિયાદને આધારે પોલીસે મુર્તુઝા વ્હોરા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application