રીંગરોડ યુનિવર્સલ ટેક્ષટાઈલ માર્કેટમાં સંત ફેબ સ્ટુડીઓના નામથી ધંધો કરતા વેપારી પાસેથી વડોદરા ના વેપારી અને દલાલે રૂપિયા ૩.૨૧ લાખનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી ચુકવી ઉઘરાણી કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો પોલીસમાં પહોચ્યો છે.
સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ ભટાર કૂષ્ણા કોમ્પ્લેક્ષમાં રહેતા અમીત પ્રેમપ્રકાશ બતરા રીંગરોડ,યુનિવર્સલ ટેક્ષટાઈલ માર્કેટમાં સંતફેબ સ્ટુડીયોના નામથી ધંધો કરે છે. અમીત પાસેથી ગત ઓક્ટોબર ૨૦૧૯માં વડોદરા વાધોડીયા રોડ સ્વામીનારાયણ ડુપ્લેક્ષ ખાતે શ્રીનાથજી ટ્રેડર્સના નામે ધંધો કરતા અશોક દોલતરામ મોનાનીઍ દલાલ રોહિત બાબુભાઈ શર્મા (રહે, વડોદરા વાઘોડીયા રોડ હાર્મોની હાઈટ્સ) દ્વારા ઉધારમાં રૂપિયા ૩,૬૨,૪૦૧ નો માલ ખરીદ્યો હતો.
જેમાંથી ૫૦ હજાર આપ્યા હતા જયારે બાકીના નિકળતા રૂપિયા ૩,૧૨,૪૦૧ ની ઉઘરાણી કરતા પેમેન્ટ ગાળાગાળી કરી પેમેન્ટ મળશે નહી થાય તે કરી લે હવે પછી પેમેન્ટની માંગણી કરી છે તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી છેતરપિંડી કરી હતી. પોલીસે અમીત બતરાની ફરિયાદ લઈ અશોક મોનાની અને દલાલ રોહિત સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500