વરાછા ઍલ.ઍચ.રોડ વર્ષા સોસાયટીમાં રહેતા મૂળ ગીર સોમનાથના ઉનાના ઍભલવડ ગામના વતની પ્રકાશ ઉર્ફે રાહુલ ઉર્ફે ઘોદો મનુભાઈ બાંભણીયા ઘનશ્યામ નગરમાં માહાકાલ પાનનો ગલ્લો ચલાવે છે. પ્રકાશ તા.૧૦મીના ગુરુવારના રોજ સાંજે વાગ્યે તેના મિત્ર નરેન્દ્ર ઉર્ફે નાનો ભરવાડ સાથે તેના મિત્ર ખુશાલ ઉર્ફે માધુરીની મોટરસાયકલ લઈને પાનના ગલ્લાની વસ્તુઓ લેવા માટે કામરેજ ખાતે ગયા હતા.
અને ત્યાંથી પરત ઘરે જતી વખતે કાપોદ્રા બુટભવાની રોડ રામજી મંદિર નજીક બાલ કરશન ભરવાડે રાહુલ ઍમ કહી બુમ પાડી હતી જેથી પ્રકાશ અને તેના મિત્ર નરેન્દ્ર ઉભા રહ્યા હતા તે દરમિયાન બાલા ભરવાડ, બુધા ભરવાડ, દેવા રાણા, ધવલ કસોટીયા, તેનો ભાઈ તેમજ બે અજાણ્યાઓઍ તલવાર, છરા, પાઈપ અને ધોકા લઈને તુટી પડ્યા હતા. પ્રકાશ પાસે અગાઉના ઝઘડા અને ધમકીના વિડીયો હોવાથી તેની અદાવત રાખી છાતી, માથા , હાથ પગ સહિત શરીરના ભાગે ઉપરા છાપરી ઘા માર્યા હતા. જયારે નરેન્દ્રને પગ સહિતના ભાગમાં ધા મારી ઈજા પહોચાડી હતી. અરોપીઓ મારતા હતા.
તે દરમિયાન ત્યાંથી પસાર થતી પોલીસ વાન આવી જતા આરોપીઓ ભાગી ગયા હતા. પોલીસે પ્રકાશને વાનમાં બેસાડી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા ત્યાંથી તેના મિત્ર ખુશાલ અને સમીર ત્યાં આવી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે પ્રકાશની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500