Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના ઝાંખરી ગામનો યુવક ઈંગ્લીશદારૂ સપ્લાય કરતો પકડાયો

  • September 13, 2020 

સોનગઢ તાલુકાના ખરચી ગામ ખાંજર જતા રોડ ઉપરથી આજરોજ હોન્ડા યુનીકોન બાઈક નંબર જીજે/26/કે/5309 ને ઝડપી પાડી તપાસ કરતા હનોક રમેશ ગામીત રહે, ઝાંખરી ગામ, ડુંગરી ફળિયું તા.વ્યારા નાઓ પાસેથી બે કાળા કલરની સ્કુલ બેગ માંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશદારૂની કુલ બોટલ નંગ 96  મુદ્દામાલ સાથે પકડાઈ ગયો હતો.પોલીસ તપાસમાં દારૂની બોટલો દીપક ઇસરીયા ગાવિત રહે, ખેખડા તા.નવાપુર જી.નંદુરબાર નાઓ પાસેથી લઇ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

 

આ બનાવમાં સોનગઢ પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ફતેસિંગભાઈની ફરિયાદના આધારે દારૂ અને બાઈક મળી કુલ રૂપિયા 34,800/-નો મુદ્દામાલ જપ્ત કરી સોનગઢ પોલીસ મથકે હનોક ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application