Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડળ ટોલનાકા પાસેથી બીયરના ટીન સાથે બે જણા પકડાયા

  • September 13, 2020 

સોનગઢ તાલુકાના માંડળ ગામના ટોલનાકા પાસેથી તા.12મી સપ્ટેમ્બર નારોજ એક બાઈક નંબર જીજે/05/એનએલ/4982 ને અટકાવી તપાસ કરતા કિશન સંભાજી અને સાવરમલ જયસિંગ બંને રહે, રામીપાર્ક સોસાયટી.ડીંડોલી-સુરત નાઓ પાસેથી

 

એક કાળા કલરના થેલા માંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ ટીન બીયર નંગ 48 જેની કિંમત રૂપિયા 48,00/-,બાઈકની કિંમત રૂપિયા 20,000/- તથા મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત રૂપિયા 5,500/- મળી કુલ રૂપિયા 30,300/- ના મુદ્દામાલ સાથે તાપી એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા.

 

આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ સેવજીભાઈની ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application