Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દારૂ બનાવવાના 240 લીટર રસાયણ સાથે ગુણસદા માંથી એક ઝડપાયો

  • September 13, 2020 

તા.12મી સપ્ટેમ્બર નારોજ સોનગઢ તાલુકાના ગુણસદા ગામના આશ્રમ ફળીયામાં રહેતો સુનીલભાઈ ગુલજીભાઈ ગામીતે પોતાના ઘરની પાછળ પજારીમાં બે પ્લાસ્ટીકના કારબા મુકેલ દેશીદારૂ બનાવવાનું ગોળ-પાણીનું રસાયણ આશરે 240 લીટરના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસની રેડમાં ઝડપાઈ ગયો હતો. આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતભાઈની ફરિયાદના આધારે સુનીલ ગામીત વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application