ધંધામાં મંદી આવતા એક દુકાનદારે ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હોવાનો બનાવ વ્યારા પોલીસ મથકે દાખલ થયો છે.
મળતી માહિતી અનુસાર તા.11મી સપ્ટેમ્બર નારોજ સાંજે 5:30 કલાક ના અરસામાં વ્યારાનાં મુસા રોડ ઉપર આવેલી વાટિકા રેસીડન્સીમાં રહેતા છોટુરામ ગોમારામ ગુર્જર અગાઉ સ્ટાઈલ ફીટીંગનું કામ કરતા હતા જે કામ બંદ થઇ જતા પોતાની એક કિરાણા દુકાન ચલાવતા હતો.
પરંતુ ધંધામાં મંદી આવતા જેના ટેન્શનમાં આવી જઈ મકાનમાં હોલના બેઠકરૂમમાં પંખાના હુકમા નાયલોનની દોરી બાંધી તથા બીજો છેડો તેના ગળાના ભાગે બાંધી ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું.
બનાવની જાણ પોલીસને થતા ઘટના સ્થળ પર પહોચી પ્રકાશચંદ ગોમારામ ગુજ્જરની ફરિયાદના આધારે વ્યારા પોલીસ મથકે અકસ્માત મોત રજીસ્ટર કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.(સાંકેતિક તસ્વીર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500