Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પત્નીને પિયર મુકવા ગયેલા યુવકની કાર ને પતિએ ફૂંકી મારી,મામલો વ્યારા પોલીસ મથકે પહોચ્યો

  • September 13, 2020 

વ્યારામાં પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં પત્નીને પિયર મુકવા ગયેલા યુવકની કાર ઉપર પતિએ કેરોસીન છાંટી સળગાવી દીધી હોવાનો મામલો વ્યારા પોલીસ મથકે રજીસ્ટર કરવામાં આવ્યો છે.

 

મળતી માહિતી અનુસાર વ્યારાના મુસા રોડ પર આવેલ તોરણ રેસીડેન્સી ઘર નંબર 142-143 માં રહેતા પાર્થિવભાઈ રમેશભાઈ ચૌધરીએ તા.10મી સપ્ટેમ્બર નારોજ પોતાની પત્નીને માર મારેલ હોવાથી પાર્થિવની પત્નીએ નજીકની વાટિકા રેસીડેન્સી એ-76 માં રહેતા વિરલભાઈ હરીશભાઈ ચૌધરી ને મોબાઈલ ફોન કરી પોતાને પોતાના પિયર ગંગાધરા ગામે મૂકી આવવા જણાવતા વિરલભાઈએ પોતાની સફેદ કલરની રેનોલ્ટ કવિડ ફોર વ્હીલ કાર નંબર જીજે/26/એ/6597 માં પાર્થિવની પત્નીને પિયર મૂકી આવેલ જેની રીસ રાખી

 

તા.11મી સપ્ટેમ્બર નારોજ મોડીસાંજે પાર્થિવ ચૌધરી પ્લેઝર મોપેડ ઉપર વિરલના ઘરે જઈ નાલાયક ગાળો આપી તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી, પોતે એક પ્લાસ્ટીકના બાટલામાં લઈ આવેલ કેરોસીન વિરલભાઈના ઘરના આંગણામાં પાર્ક કરેલ તેમની કાર ઉપર નાખી દિવાસળી ચાંપી કાર સળગાવી નાસી છૂટ્યો હતો.

 

બનાવ અંગે વિરલભાઈ ચૌધરીએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ કરી જેમની ફરિયાદના આધારે પાર્થિવ ચૌધરી વિરુદ્ધ ઈપીકો કલમ 435,427,504,506(2) મુજબ ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application