કાતિલ કોરોના ના કહેર વચ્ચે આજરોજ તાપી જીલ્લામાં વધુ 19 વ્યક્તિઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે. સોનગઢના ઉકાઈમાં સીઆઈએસએફ કેમ્પના 4 કર્મીઓ અને પીડબલ્યુડીના 2 કર્મચારીઓ સહિત સોનગઢ માંજ કોરોના ના 10 કેસ મળી આવ્યા છે. જેને લઇ પંથકમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.12મી સપ્ટેમ્બર શનિવાર નારોજ જીલ્લામાં વધુ 19 કોરોના સંક્રમિતના કેસ સામે આવ્યા છે. વ્યારામાં 6 કેસ, વાલોડ 2 કેસ, સોનગઢમાં 10 કેસ, ડોલવણમાં 1 મળી કુલ 19 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 465 પર પહોંચી ચુક્યો છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 27 દર્દીઓના મોત નીપજ્યા છે. વધુ 26 દર્દીઓ સાજા થતા રજા અપાઈ આ સાથે કુલ 357 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.
12મી સપ્ટેમ્બર નારોજ તાપીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ.....
(1) 44 વર્ષિય પુરુષ, પોલીસ લાઇન ફળિયું-વાલોડ
(2) 56 વર્ષિય પુરુષ, ગામતળ ફળિયું,અંધાત્રી-વાલોડ
(3) 68 વર્ષિય પુરુષ, દેસાઇ ફળિયું-ડોલવણ
(4) 39 વર્ષિય પુરુષ, રાયકાવાડ સ્ટ્રીટ-વ્યારા
(5) 63 વર્ષિય પુરુષ, વૃન્દા વાડી-વ્યારા
(6) 42 વર્ષિય પુરુષ, તોરણ રેસીડેન્સી,મુસા રોડ-વ્યારા
(7) 18 વર્ષિય પુરુષ, તોરણ રેસીડેન્સી,મુસા રોડ-વ્યારા
(8) 58 વર્ષિય પુરુષ, કેએપીએસ ટાઉનશીપ,ઊંચામાળા-વ્યારા
(9) 45 વર્ષિય મહિલા, કેએપીએસ ટાઉનશીપ,ઊંચામાળા-વ્યારા
(10) 65 વર્ષિય મહિલા, પારેખ ફળિયું,જુનાગામ-સોનગઢ
(11) 31 વર્ષિય પુરુષ, મહાદેવ મંદિર પાસે,પારેખ ફળિયું,જુનાગામ-સોનગઢ
(12) 52 વર્ષિય મહિલા, મહાદેવ મંદિર પાસે-પારેખ ફળિયું,જુનાગામ-સોનગઢ
(13) 39 વર્ષિય પુરુષ, PWD ઓફિસ,ઉકાઇ-સોનગઢ
(14) 27 વર્ષિય પુરુષ, PWD ઓફિસ,ઉકાઇ-સોનગઢ
(15) 49 વર્ષિય પુરુષ, CISF,સીંગલખાંચ-સોનગઢ
(16) 33 વર્ષિય પુરુષ, CISF,સીંગલખાંચ-સોનગઢ
(17) 29 વર્ષિય પુરુષ, CISF,સીંગલખાંચ-સોનગઢ
(18) 45 વર્ષિય પુરુષ, CISF,સીંગલખાંચ-સોનગઢ
(19) 25 વર્ષિય મહિલા, મોટુ ફળિયુ,ગાયસાવર-સોનગઢ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500