નવસારી શહેર વિસ્તારમાંથી ઍક વ્યક્તિઍ ૧૮૧ મહિલા હેલ્પલાઈન માં કોલ કરી જણાવેલ કૉન્વેન્ટ સ્કૂલના ગેટ પાસે આશરે ૭ વર્ષની દીકરી પોતાના માતા- પિતાથી વિખુટી પડેલી છે જેથી તેને મદદની જરૂર છે. કોલ મળતા જ ૧૮૧ અભયમ ટીમ સ્થળે પહોચીં બાળકીની પુછપરછ કરતાં બાળકીઍ પોતાનું નામ દિશા (નામ બદલેલ છે) જણાવ્યું હતું.
નવસારીના અડદા ગામના રોડ પર રહે છે. તેથી ત્યાં તપાસ કરાવતાં દિશાની નાની સાથે મુલાકાત થઇ હતી. ૧૮૧ અભયમ ટીમ દ્વારા પુછપરછ કરતાં દિશાની નાનીઍ જણાવ્યું હતું કે, તે મારી દીકરીની દિકરી છે મારી દીકરીને ત્રણ સંતાનો છે જેમાં બે દિકરી અને ઍક દિકરો છે. દિશા સૌથી મોટી સંતાન છે. દિશા પોતાના પરિવારની સાથે અવધ-રાજહંસ સિનેમા ની બાજુમાં ખુલ્લા પ્લોટમાં તંબુ બાંધીને રહે છે. બે દિવસ પહેલાં જ તેઓ અહીં મજૂરી કામ માટે આવ્યા હતા.
તેઓ માટીકામ કરે છે સવારે તેના માતા પિતા મજૂરી કરવા માટે નીકળ્યા હતા તેની પાછળ દિશા પણ ગઈ હતી પરંતુ તેના માતા પિતા તેને સાથે લઈ જવાની ના પાડેલી અને નાની બહેન સાથે રહેવા જણાવ્યું હતું, પરંતુ દિશા રસ્તો ભૂલી ગઈ હતી. બાળકીની વધુ તપાસ અર્થે નવસારી જિલ્લાનાં બાળ સુરક્ષા ઍકમને જાણ કરી હતી ત્યારબાદ દિશાને તેની નાની ને સોપવામાં આવી હતી. બાળકીના પરિવારે ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500