Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાળકોને શારિરીક- માનસિક-ભાવનાત્મક શિક્ષા કરનાર દંડ સહિત સજાને પાત્ર થશે

  • September 12, 2020 

કોઇપણ બાળકોને હકીકતમાં કબજા અથવા નિયંત્રણ ધરાવતો હોય તે બાળક ઉપર હુમલો, ત્યાગ કરે, ધિકકારે બાળકને ઇરાદાપૂર્વક ઉપેક્ષા કરે અથવા બાળક ઉપર હુમલો કરાવે અથવા ઉપેક્ષિત થવા ધિકકારવા અથવા બાળકને બિનજરૂરી માનસિક અથવા શારિરીક પીડા ભોગવવી પડે તેવા માટે

 

બાળ ન્યાય (બાળકોની કાળજી અને રક્ષણ) અધિનિયમ-૨૦૧૫ ની કલમ ૭૫ મુજબ બાળક પરત્વે ક્રુરતા માટે ત્રણ વર્ષ સુધી વધી શકે તેવી કેદની સજા અથવા રૂપિયા ઍક લાખના દંડ અથવા બંને સજા પાત્ર થશે. બાળકની સંભાળ અને સુરક્ષાની જવાબદારી હોય તેવા સંગઠનના સંચાલનકર્તા દ્વારા નિમણૂંક કરાયેલા હોય તેવી વ્યકિત દ્વારા જા આવા ગુનો કરવામાં આવેલા હોય તો તેના મટે પાંચ વર્ષ સુધી વધી શકે તેવી સખત કેદની સજા અને રૂપિયા પાંચ લાખ સુધી વધી શકે તેવા દંડને પાત્ર ઠરશે.

 

વધુમાં ક્રુરતાને કારણે જા બાળક શારિરીકપણે અસક્ષમ બનેલા હોય અથવા માનસિક બિમાર બનેલા હોય અથવા માનસિક બિમાર બનેલા હોય અથવા માનસિક રીતે નિયમિત કાર્ય કરવા અસક્ષમ બનેલા હોય અથવા તેના જીવનનો ભય રહેલો હોય તેવી વ્યકિતને ત્રણ વર્ષથી ઓછી નહિ પરંતુ દસ વર્ષ સુધી વધી શકે તેવી સખત કેદની સજા અને રૂપિયા પાંચ લાખનો દંડ થશે.

 

નવસારી જિલ્લામાં કોઇપણ ૧૮ વર્ષથી નાની વયના બાળકોના અધિકારોનું હનન, શારિરીક તથા માનસિક અત્યાચાર કે શોષણ, અનાથ, નિરાધાર, તરછોડાયેલા, કુટુંબ વિહોણા અથવા કોઇપણ પ્રકારની મુશ્કેલીમાં મુકાયેલા બાળકોના કાળજી અને રક્ષણ માટે જિલ્લા બાળ સુરક્ષા ઍકમ, બ્લોક સી, પહેલો માળ, જિલ્લા સેવા સદન, જુનાથાણા, નવસારી ફોન નંબર (૦૨૬૩૭) ૨૮૧૪૪૦ પર સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ઘ્વારા યાદીમાં જણાવાયું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application