Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર ચાલકે અડફેટમાં લેતા 4 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત

  • September 12, 2020 

સોનગઢ તાલુકાના કણજી ગામના ડુંગરી ફળીયામાં રહેતા મયુરભાઈ નારણભાઈ ગામીતની 4 વર્ષીય દીકરી તૃપ્તિકુમારી તા.3જી સપ્ટેમ્બર નારોજ પોતાના ઘર આગળ રોડ નજીક ઉભેલ હતી.

 

તે દરમિયાન પુર ઝડપે દોડતી એક વેગનઆર કાર નંબર જીજે/05/આરકે/0357 ના ચાલકે પોતાના હવાલાની કાર ગફલત ભરી રીતે હંકારી લાવી તૃપ્તિકુમારીને અડફેટમાં લઇ ટક્કર મારતા તૃપ્તિને શરીરે ગંભીર ઈજાઓ પહોચવાના કારણે પ્રાથમિક સારવાર સોનગઢ સીએચસી તથા વ્યારા સીએચસી ખાતે કરાવ્યા બાદ વધુ સારવાર અર્થે નિર્મલ હોસ્પિટલ-સુરત ખાતે દાખલ કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તા.10મી સપ્ટેમ્બર નારોજ ફરજ પરના તબીબે તૃપ્તિ કુમારીને મરણ જાહેર કરેલ હોય,

 

બનાવ અંગે મયુરભાઈ નારણભાઈ ગામીતે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન-સુરત ખાતે ફરિયાદ કરતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ 0 નંબરથી ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી અર્થે સોનગઢ પોલીસને આજરોજ જાણ કરવામાં આવી હતી જેના આધારે બનાવ દાખલ કરી સોનગઢ પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application