Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના આમલીપાડા ગામમાં દીપડો પાંજરે પુરાયો

  • September 12, 2020 

સોનગઢ તાલુકાના આમલીપાડા ગામના વિસ્તારમાં દીપડો નજરે પડતા ગામના સરપંચે વિવિધ બાબતોની સોનગઢ વન વિભાગને જાણ કરતા તા.ચોથી સપ્ટેમ્બર નારોજ આમલીપાડા ગામમાં વન વિભાગ દ્વારા મારણના છટકા સાથે પાંજરું મૂકવામાં આવ્યું હતુ. તે દરમિયાન શુક્રવારે મળસકે આશરે બે વર્ષીય વયનો જણાતો કદાવર દીપડો પાંજરાના છટકામાં ફસાઈ જતાં સોનગઢ વન વિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે આવી પાંજરે પુરાયેલા દીપડાનો કબજો મેળવી જરૂરી તપાસ બાદ દીપડાને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુકત કરવાની કામગીરી શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
hi