તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.11મી સપ્ટેમ્બર શુક્રવાર નારોજ જીલ્લામાં કોરોનાના વધુ 9 કોરોના સંક્રમિતના કેસ સામે આવ્યા છે. જેમાં વ્યારામાં 3 કેસ, વાલોડ 1 કેસ, સોનગઢમાં 2 કેસ, નિઝરમાં 3 કેસ મળી કુલ 9 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 446 પર પહોંચી ચુક્યો છે. તા,10મી સપ્ટેમ્બર નારોજ વાલોડના ગોલવાડ ફળીયામાં રહેતા 68 વર્ષીય આધેડનું કોરોનાની સારવાર દરમિયાન મોત હતું.આ સાથે જીલ્લામાં આજદિન સુધી કુલ 27 દર્દીઓના મોત નીપજ્યા છે. વધુ 7 દર્દીઓ સાજા થતા રજા અપાઈ આ સાથે કુલ 331 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.
11મી સપ્ટેમ્બર નારોજ તાપીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ.....
(1) 19 વર્ષિય પુરુષ,પટેલ ફળિયું-દેગામા-વાલોડ
(2) 33 વર્ષિય પુરુષ, ગોલવાડ-વ્યારા
(3) 60 વર્ષિય પુરુષ, સર્જન રેસીડેન્સી-મુસા-વ્યારા
(4) 37 વર્ષિય પુરુષ, સર્જન રેસીડેન્સી-મુસા-વ્યારા
(5) 45 વર્ષિય પુરુષ, પાથરડા કોલોની-ઉકાઇ-સોનગઢ
(6) 29 વર્ષિય પુરુષ, દોણ-સોનગઢ
(7) 65 વર્ષિય મહિલા, પટેલ ફળિયું,હિંગણી-નિઝર
(8) 44 વર્ષિય પુરુષ, નિઝર
(9) 23 વર્ષિય પુરુષ, નવી ભવાલી-નિઝર
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500