Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીમાં કોરોનાથી ૧ મોત:આજે વધુ ૨૧ કોરોના સંક્રમિત,કુલ આંક ૮૭૦ થયો

  • September 11, 2020 

બારડોલીના હિરાચંદ નગર વિસ્તારમાં રહેતા ૭૫ વર્ષીય આધેડનું કોરોનાની સારવાર દરમિયાન આજરોજ મોત નીપજ્યું છે. આ સાથે બારડોલી શહેર સહિત તાલુકામાં કુલ ૨૧ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.

 

આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.૧૦મી સપ્ટેમ્બર નારોજ બારડોલીમાં કોરોનાના વધુ ૨૧ કેસ નોંધાયા છે. આ સાથે તાલુકામાં કુલ આંક ૮૭૦ પર પહોંચ્યો છે. આજદિન સુધી કુલ ૬૫૧ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે, કોરોનાની સારવાર દરમિયાન કુલ ૨૭ દર્દીઓના મોત નિપજ્યા છે. હાલ ૧૯૨ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે..આજરોજ વધુ ૧૮૫ સેમ્પલ લેવાયા, તમામનો રિપોર્ટ પેન્ડિગ..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application