સુરત રેંજ આઈજીની ટિમ ઓપરેશન ગૃપને મળેલ બાતમીના આધારે આજરોજ સોનગઢ તાલુકાના ટોકરવા ગામના લુહાર ફળીયા પાસેથી એક હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર જીજે/૨૬/એફ/૧૪૯૮ ને ઝડપી પાડી તપાસ કરતા બાઈક ચાલક હિરેન ઉર્ફે નીતિન દિનેશ ગામીત રહે, છીંડિયા, ડુંગરી ફળિયું તા.વ્યારા જી.તાપી ના પાસેથી ભારતીય બનાવટનો ઈંગ્લીશદારૂ વિસ્કી ની બોટલ નંગ ૧૨ જેની કિંમત રૂપિયા ૬,૦૦૦/- તથા તેની અંગ ઝડતી માંથી મોબાઈલ ફોન નંગ ૧ જેની કિંમત રૂપિયા ૨,૫૦૦/- મળી કુલ રૂપિયા ૮,૫૦૦/- ના મુદ્દામાલ મળી આવ્યો હતો.
તેની વધુ પૂછપરછ હાથ ધરતા દારૂનો મુદ્દામાલ એસ.એમ.અગ્રવાલ (કાકા વાઇન શોપ) તા.નવાપુર જી.નંદુરબાર-મહારાષ્ટ્ર નાઓ પાસેથી લઇ આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતું.
બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ બિપિનભાઈ રમેશભાઈની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ મથકે હિરેન ઉર્ફે નીતિન ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરી વાઈન શોપ વાળા ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500