તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.10મી સપ્ટેમ્બર ગુરુવાર નારોજ જીલ્લામાં કોરોનાના વધુ 7 કોરોના સંક્રમિતના કેસ સામે આવ્યા છે. જેમાં વ્યારામાં 5 કેસ, વાલોડ અને સોનગઢમાં 1-1 કેસ મળી કુલ 7 કેસ સરકારી ચોપડે નોંધાયા છે.
કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 437 પર પહોંચી ચુક્યો છે. જયારે કોરોનાની સારવાર દરમિયાન આજદિન સુધી કુલ 26 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 14 દર્દીઓ સાજા થતા રજા અપાઈ આ સાથે કુલ 324 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.
આજે તાપીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ.....
(1) 68 વર્ષિય પુરુષ, ગોલવડ ફળિયું,બુહારી-વાલોડ
(2) 66 વર્ષિય મહિલા, ડિસ્ટ્રીક્ટ બેંક પાસે-વ્યારા
(3) 47 વર્ષિય પુરુષ, માલીવાડ-વ્યારા
(4) 40 વર્ષિય મહિલા, નિશાળ ફળિયું,વાંસકુઇ-વ્યારા
(5) 57 વર્ષિય પુરુષ, KAPS ટાઉનશીપ,ઉંચામાળા-વ્યારા
(6) 54 વર્ષિય મહિલા, KAPS ટાઉનશીપ,ઉંચામાળા-વ્યારા
(7) 24 વર્ષિય પુરુષ, બ્રાહ્મણ ફળિયું,નવાગામ-સોનગઢ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500