Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લામાં મુખ્‍યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ

  • September 10, 2020 

વલસાડ જિલ્લાના પારડી તાલુકા મથકે ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્‍યાણના અંતર્ગત મુખ્‍યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કાર્યક્રમ વન અને આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો. સાત પગલા ખેડૂત કલ્‍યાણના પૈકી બે પગલાની શરૂઆત કરી હુકમપત્રોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

 

આ અવસરે વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાના ખેડૂતોને ૧પર પરિવહન વાહનો અને ૧૬૦૦ જેટલા ખેડૂતોને પાક સ્‍ટ્રકચરના લાભો મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્‍તે એનાયત કરાયા હતા. મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી વેબકાસ્‍ટિંગના માધ્‍યમ થકી ખેડૂતોને વિવિધ યોજનાકીય જાણકારી આપી હતી.

 

આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, મુશ્‍કેલીના સમયે રાજ્‍ય સરકારે ખેડૂતોની પડખે ઊભી રહી વિવિધ ખેડૂતલક્ષી યોજનાનો અમલ કરી ‘ખેડૂત એ જગતનો તાત છે', એ કહેવતને સાર્થક બનાવી છે. મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સાત પગલા ખેડૂત કલ્‍યાણના પૈકી બે પગલાંની આજે શરૂઆત કરી છે. પાકસંગ્રહ યોજના હેઠળ ખેતરમાં નાનું ગોડાઉન બનાવવા ૩૦  હજાર તેમજ ખેડૂત તેમનો પાક માર્કેટ સુધી પોતાની રીતે લઇ જઇ શકે તે માટે નાનું વાહન ખરીદી માટે પ૦ થી ૭પ હજાર સુધીની સબસીડી આપવામાં આવશે.

 

મંત્રીશ્રીએ સમગ્ર રાજ્‍યમાં ખેડૂતોએ લેવાયેલા પાકની જાણકારી આપતાં જણાવ્‍યું હતું કે, ખેડૂતોએ કરેલી પ્રગતિના કારણે આજે આપણે અન્ન ક્ષેત્રે સ્‍વાવલંબી બન્‍યા છે. પ૮ ટકા વિસ્‍તાર સૂકો હતો જ્‍યાં નર્મદાના નીર પહોંચાડી ત્‍યાંની ધરતી પણ હરીયાળી બનાવી છે. મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એમની કોઠાસૂઝને કારણે ખેડુતોના પડખે રહી કમોસમી વરસાદ, અતિવૃષ્‍ટિ અને અનાવૃષ્‍ટિ વગેરે કુદરતી આપત્તિ સામે ખેડૂતોને રક્ષણ આપવા માટેની સહાય યોજના અમલી બનાવી છે. આ ઉપરાંત વાવણીને લઇ વેચાણ સુધી દરેક તબક્કે અનેક સહાયકારી યોજનાઓનો લાભ આપી રહી છે.

 

કેરીના પાકને યોગ્‍ય રીતે કોઇપણ પ્રકારના નુકશાન વિના માર્કેટ સુધી પહોંચે તે માટે સહાયના ધોરણે કેરેટ આપવામાં આવે છે. લાઇટબીલ ભરવામાંથી મુક્‍તિ મળે તે હેતુસર ખેડૂતોને સોલાર આધારિત વીજળી હેઠળ સહાય યોજનાનો લાભ લેવા ઉપર ભાર મુકયો હતો. પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ખેડૂતોની ચિંતા કરી કિસાન સમ્‍માનનિધિ હેઠળ દર વર્ષે સહાય આપી છે. ખેતી, ઉદ્યોગ અને સેવા એ મહત્ત્વના વિભાગો છે. લોકડાઉનમાં ધંધાર્થીઓને મોટું નુકસાન થયું છે, તેમને સહાયરૂપ બનવા વિશેષ પેકેજ જાહેર કર્યું છે. જે પૈકી ગુજરાતમાં આત્‍મનિર્ભર યોજના હેઠળ બારસો કરોડ રૂપિયા જેટલી સહાય ચૂકવી દેવામાં આવી છે.

 

દેશનું અર્થતંત્ર સુધારવા માટે ખેડૂતોનો ફાળો પણ અગત્‍યનો છે. ખેડૂતને જાગૃત કરવા માટે કૃષિ રથ ગામેગામ ફેરવીને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ઉપયોગી જાણકારી આપતાં ખેડૂતો સદ્ધર બન્‍યા છે. ધરમપુર-કપરાડા તાલુકાના આદિજાતિ ખેડૂતોએ ઉત્‍પાદિત કરેલાં કારેલા અને દૂધીનું વિદેશમાં નિકાસ થતાં તેઓ આર્થિક દૃષ્‍ટિએ વધુને વધુ પગભર બનતા જાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application