Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઈંગ્લીશ દારૂ સાથે આરોપી ને ઝડપી પાડતી એલસીબી-નર્મદા 

  • September 10, 2020 

હિમકર સિંહ,પોલીસ અધિક્ષક નર્મદા એ જીલ્લામાંથી દારૂના દુષણ ને ડામવા તેમજ અસરકાર કામગીરી કરવા માટેની કડક સુચનાનાં પગલે એ.એમ. પટેલ,પો.ઇન્સ,એલ.સી.બી.ના સુપરવિઝન માં સી.એમ. ગામીત,પો.સ.ઇ. એલ.સી.બી.તથા એલ.સી. બી.સ્ટાફના પોલીસ માણસો કોમ્બીંગ નાઇટ રાઉન્ડમાં હતા દરમ્યાન રાજપીપળા પો.સ્ટે.વિસ્તારના વણઝર ગામની કેનાલ પાસે એક ટીવીએસ વિક્ટર બાઈક નંબર જીજે/૧૨/૯૮૬૪ નો ચાલક નિલમભાઇ નરપતભાઇ વસાવા રહે,વણઝર તા.નાંદોદ જી.નર્મદાનાને નાકાબંધી દરમ્યાન શંકાસ્પદ હાલતમાં પકડી પુછપરછ કરતા તેના શરીર ઉપર ઇગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૪૮ કિંમત રૂપિયા ૪૮૦૦/ - બાંધી મળી આવતા પકડાઇ જઇ તેના વિરૂધ્ધ માં કાયદેસર કાર્યવાહી કરી રાજપીપળા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application