રાજપીપળા સહિત સમગ્ર ગુજરાતમાં ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY માં ઘણા લાભાર્થીઓ એ લાભ મેળવ્યો છે ત્યારે સરકાર ની આ યોજના માં ઘણા મકાન વગરના લોકો એ લાખો ની સહાય મેળવી નિયમ મુજબ પોતાના પાકા મકાનો ઉભા કર્યા પણ છે જેમાં રાજપીપળા શહેર માં પણ ઘણા લોકો એ લાભ લીધો હોય પરંતુ નિયમ મુજબ અમુક લેવલ બાદ PMAY ના લોગો સાથે ની જે તકતી મારવાની હોય તે તકતી માર્યા બાદ તેના ઓનલાઈન ફોટા પડી ગયા પછી અમુક લાભાર્થીઓ દ્વારા આ તકતી કોઈક કારણોસર કાઢી નાંખી હોવાનું પણ જોવા મળ્યું હોય જાણકારો ના મતે જો લાભાર્થીઓ આવી ભુલ કરશે તો બાકી રહેલા સહાય ના હપ્તા અટકી પણ શકે છે માટે લાભાર્થીઓ એ આ બાબતની ખાસ તકેદારી રાખી સરકાર ની સહાય મેળવી ઉભા કરેલા મકાન પર તકતી ફિક્સ કરાવી કાયમી ધોરણે રાખવી જરૂરી છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. (ભરત શાહ દ્વારા રાજપીપળા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application