તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:તિલકવાડા તાલુકામાં ના 20 થી વધુ ગામોમાં છેલ્લા એક મહિનાથી અનિયમિત લાઈટો આપતા ખેડૂતોનો ઉભો પાક સુકાઈ ગયો એટલે ખેડૂતો રોષે ભરાયા અને તિલકવાડા વીજ કંપનીની કચેરીએ જઈ ખેડૂતોએ હલ્લા બોલ કર્યું સાથે નિયમિત સિંચાઈ લાઈટો આપવા લેખિત આવેદન આપ્યું,
તિલકવાડા તાલુકામાં ખેડૂતો મુખ્યત્વે રોકડીયો પાક જેવો કે કેળા,કપાસ અને પપૈયા કરે છે અને હાલ નર્મદા કેનાલના પાણી મળતા નથી,માત્ર ખેતી પર નિર્ભર ખેડૂતો કરે તો સુ કરે જેથી કૂવાનું બોરનું પાણી વેચાતું લઈને પણ ખેતી કરે છે,હાલ પાક પણ તૈયાર થઇ ગયો છે ત્યારે DGVCL દ્વારા છાસવારે લાઈટો બંધ કરી દેવાય છે અને સિંચાઈ ની 8 કલાક લાઈટો આપતા નથી,ખેડૂત બિચારો લાઈટો આવશે ની રાહ જોઈ બેસી રહ્યો છે જેમા ને જેમાં પાક સુકાવા લાગ્યો અને મોટું નુકશાન થયું જેથી આજુબાજુ ના ગ્રામજનો ભેગા થઇ ને તિલકવાળાની વીજ કચેરીએ જઈ ને હલ્લાબોલ કર્યું અને લાઈટો કેમ અનિયમિત છે બાબતે હાજર આધિકારી સાથે તું..તું..મેં...મેં. પણ થયુ, પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી,જોકે બાદમાં લેખિત આવેદન આપી વીજળીની નિયમિત માંગ કરી ખેડૂતો એ ઉગ્ર આંદોલન ની ચીમકી આપી છે.
High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application