Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોંઘવારીના કારણે ગ્રાહકોની ખરીદશક્તિ બદલાતાં વેપારમાં પરિવર્તન, ગુજરાતના 35 ટકા નાના વેપારીઓ શાકભાજી અને કરિયાણું વેચતા થયા

  • August 23, 2021 

વૈશ્વિક મહામારીના કારણે ગુજરાતમાં માત્ર લોકોએ નોકરીઓ ગુમાવી નથી પરંતુ નાના વેપારીઓ અને ઉત્પાદકોએ તેમના બિઝનેસ બદલ્યા છે. રિટેઇલમાં બિઝનેસ કરતાં વેપારીઓએ અનેક કારણોસર ગ્રોસરી અને વેજીટેબલ માર્કેટમાં ઝંપલાવ્યું છે.

 

 

 

 

લોકોની ખરીદશક્તિ બદલાઇ હોવાથી માત્ર જીવન આવશ્યક ચીજવસ્તુઓ પર વેપારીઓ અને ઉત્પાદકોનું ધ્યાન દોરાયું છે. શહેરોમાં 35 ટકા નાના વેપારીઓએ તેમના ધંધા બદલ્યા છે. જેમની પાસે ઇનોવેટીવ આઇડિયા છે તેઓ ઓનલાઇન બિઝનેસ તરફ દોરાયા છે.

 

 

 

 

આ બિઝનેસમાં તેઓ ઇ-કોમર્સની એપ્લિકેશન, વોટ્સઅપ અને અન્ય સોશ્યલ મિડીયા જેવા માધ્યમથી ડિલીવરી કરી રહ્યાં છે. ખાસ કરીને કાપડ ઉદ્યોગમાં મોટી મંદી છે. કાપડના નાના વેપારીઓએ પણ બિઝનેસ બદલ્યાં છે અને તેઓ ગ્રોસરી માર્કેટ તરફ વળ્યાં છે. કેટલાક વેપારીઓએ તો શાકભાજીનો બિઝનેસ શરૂ કર્યો છે. મોટા શહેરોમાં બિલ્ડરો પણ ગ્રોસરી બિઝનેસ કરતા થઇ ગયા છે.

 

 

 

 

ઉદ્યોગો અંગે સર્વેક્ષણ કરતી એક સંસ્થાના આંકડા પ્રમાણે ગુજરાતમાં અત્યારે 5 લાખ એમએસએમઇ યુનિટમાંથી 75000 જેટલા યુનિટોના સંચાલકોએ તેમનો બિઝનેસ રિસફલ કર્યો છે અથવા તો કરી રહ્યાં છે. આ યુનિટો પૈકી 2500થી વધુ સંચાલકોએ પોતાના મુખ્ય બિઝનેસને અન્ય વેપારમાં ડાયવર્ટ કર્યો છે.

 

 

 

 

વેપાર બદલવાના કારણોમાં કોરોના સંક્રમણના કારણે સર્જાયેલી ખરાબ આર્થિક સ્થિતિ, ઇંધણના ભાવવધારાથી વધેલી મોંઘવારી, ગ્રાહકોની બદલાયેલી ખરીદશક્તિ, અનુભવી કર્મચારીઓ અને મજૂરોની અછત, નાણાંકીય ભીડ, બેન્કોની જોહુકમી અને ગ્રાહકોનો અભાવ જવાબદાર છે. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application