Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૃચ  ખાતે પાંચમી સપ્‍ટેમ્‍બર શિક્ષક દિનની થયેલી ઉજવણી

  • September 07, 2020 

પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે ભરૂચ જિલ્લામાં શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ જિલ્લા- તાલુકાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ થયેલા શિક્ષકોનો  સન્માન સમારોહ  ગુજરાત રાજ્ય હસ્તકલા નિગમના અધ્યક્ષશ્રી શંકરભાઈ દલવાડીના પ્રમુખસ્થાને ભરૂચની શ્રી કે.જી.એમ. વિદ્યાલય ઝાડેશ્વરના પ્રાર્થના હોલમાં યોજાયો. 

 

શિક્ષક સન્માન સમારંભના અધ્યક્ષસ્થાનેથી શ્રી શંકરભાઈ દલવાડીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનમાં ફાળો આપવા આજના શિક્ષકને શાળામાં ભણાવતી વખતે ફક્ત બે મિનિટ બાળકોને કચરો નહિ ફેંકવા અને સ્વચ્છતા રાખવા શિખામણ આપી પ્રેરણા આપવા જણાવ્યું હતું.

 

અધ્યક્ષશ્રીએ આજના દિવસે સન્માનિત થયેલ શિક્ષકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, દરેક શિક્ષક સારૂં કાર્ય કરતાં હોય જ છે તેમાંથી શ્રેષ્ઠ શિક્ષકો પસંદગી કરવામાં આવતી હોય છે. અને તેનું સન્માન કરાય છે.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, માતા-પિતા બાળકને જન્મ આપે છે પરંતુ તેનું જીવન ઘડતર શિક્ષક જ કરતો હોય છે અને સોશિયલ મીડિયાના ૨૧ મી સદીના યુગમાં બાળકને યોગ્ય દિશા મળે તે જરૂરી છે.

       

આ પ્રસંગે અધ્યક્ષશ્રી શંકરભાઈ દલવાડીના હસ્તે જિલ્લાકક્ષાના એવોર્ડમાં પ્રાથમિક વિભાગના  ઝઘડિયા તાલુકાની દુ-બોરીદ્રાની પ્રાથમિક શાળાના શ્રીમતી સુષ્માબેન ભાટીયા તેમજ આમોદ તાલુકાની સુઠોદરાની પ્રાથમિક શાળાના શિક્ષક શ્રીમતી રેખાબેન મકવાણાનું તથા માધ્યમિક વિભાગના જિલ્લાકક્ષાના એવોર્ડમાં ભરૂચ શહેરની નારાયણ વિદ્યાલયના શિક્ષકશ્રી ચીમનભાઈ પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું.

       

આ ઉપરાંત તાલુકા કક્ષાના પ્રાથમિક વિભાગના સર્વશ્રી ભરૃચના શ્રી મહેશભાઈ પટેલ, શ્રી ગીરીશભાઈ યાદવ, આમોદના શ્રી સુકેતુ ભોજક અને જંબુસરના શ્રી મહાવીરસિંહ ચુડાસમાને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application