Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાકરાપાર પોલીસ કરી રહી હતી વાહન ચેકીંગ, વિદેશી દારૂ ભરેલી કાર છોડી ફરાર થયો આરોપી

  • September 05, 2020 

કાકરાપાર પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકીંગ કરી રહ્યા હતા તે દરમિયાન એક કાર ચાલક પોતાની કાર છોડી નાશી છૂટ્યો હતો. સ્થળ પર પહોંચેલી પોલીસે કારમાં તપાસ કર્યું તો મળી આવ્યો હતો રૂપિયા 1 લાખથી વધુનો વિદેશીદારૂ, જોકે આ મામલે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

 

મળતી માહિતી અનુસાર કાકરાપાર પોલીસ સ્ટાફના માણસો સરકારી વાહનમાં વ્યારા-માંડવી માર્ગ પર આવતું ઉંચામાળા  ગામની સીમમાં વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન નિશાન કંપનીની એક લક્ઝુરિયસ કાર નંબર એમએચ/12/જીઝેડ/6289 ના ચાલકે પોલીસને જોઈ જતા પોતાના કબ્જાની વિદેશીદારૂ ભરેલી કાર ઊંચામાળા ગામના દેવાણી ફળિયા પાસે જાહેર રસ્તા પર મૂકી નાશી છૂટ્યો હતો.

 

સ્થળ પર પહોંચેલી કાકરાપાર પોલીસે તપાસ કરતા કાર માંથી ભારતીય બનાવટનો નાની-મોટી શીલબંદ બાટલી નંગ કુલ 288 જેની કિંમત આશરે રૂપિયા 1,05,600/- નો વિદેશીદારૂ મળી આવ્યો હતો.

 

આ બનાવમાં એએસઆઈ ભગવાનભાઈ દલસુખભાઈની ફરિયાદના આધારે વિદેશીદારૂ અને કાર મળી કુલ રૂપિયા 6 લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ કાકરાપાર પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની વધુ પીએસઆઇ એચ.વી. તડવી કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News