વલસાડ જિલ્લાના વિવિધ વિકાસના કામોની પ્રગતિ, થનાર કામોમાં ઝડપ થાય અને પ્રજાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થાય તે માટે વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, વલસાડ ધારાસભ્ય ભરતભાઇ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર સહિત વિવિધ અમલીકરણ અધિકારીઓ સાથે કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજી હતી.
આ બેઠકમાં રાજ્ય વનમંત્રી રમણલાલ પાટકરે જિલ્લામાં મંજુર થયેલા કામોમાં ઝડપ લાવવા, તાંત્રિક મંજુરી હેઠળના કામની મંજુરી સત્વરે મળી જાય તે માટે સતત ફલોઅપ કરવા, મંજુર થઇ ગયેલા કામોના વર્ક ઓર્ડર આપી કામો પૂર્ણ કરવા, ચોમાસામાં ધોવાયેલા રસ્તોઓનું ડામર પેચ વર્ક કરવા, પીવાના પાણી અને વીજળીના પ્રશ્નોનું નિરાકરણ કરવા ઉપર વિશેષ ભાર મૂકયો હતો. આ અવસરે મંત્રીશ્રીએ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વસવાટ કરતા મધુબન ડેમના વિસ્થાપિતોને મળવાપાત્ર લાભો અંગે કમિટી બનાવી સ્થળ તપાસ કરી જરૂરી અહેવાલ રજુ કરવા પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં આયોજન હેઠળના કામો, પંચાયત અને સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓનું સમારકામ તથા નવા કામો, વન વિભાગ, ખેતીવાડી વીજ જોડાણ, ૬૬ કે.વી સબ સ્ટેશન, પીવાના પાણી, વાસ્મો, પ્રધાનમંત્રી આવાસ યોજના, દરિયાઇ ધોવાણના કામો, દમણગંગા નહેર વિભાગના વિવિધ કામોની સમીક્ષા કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500