નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક વધતા નર્મદા ડેમ નું પાણી છોડતા ડેમ થી નીચાણ વાળા વિસ્તાર માં આવેલા ગામડાઓમાં ડેમનું પાણી ફરીવળતા લોકો પાયમાલ બન્યા હોય કોરોના મહામારી ના સમયમાં જ બીજી આપત્તિનો સામનો કરવાની નોબત આવી પડી છે, ત્યારે "લાયન્સ ગ્રુપ" નર્મદા આ આદિવાસી પરિવારની મદદે આગળ આવ્યું છે,જેમાં નદી કાંઠા વિસ્તારના ગામો પૈકી ગભાણા, કેવડિયા, વસંતપુરા, પીપરીયા, ઈન્દ્રવર્ણા, જેવા ગરુડેશ્વર તાલુકાના ગામોમાં પાણી ફરી વળ્યુ હતું, જેની જાણ થતાં લાયન્સ ગ્રુપના યુવાનો આ ગામડાઓમાં મદદ માટે દોડી ગયા હતા, ત્યારબાદ "લાયન્સ ગ્રુપ" ના યુવાનો દ્વારા ઘરવખરી,સાધન સામગ્રી અને લોકોને પણ ઘર માંથી સુરક્ષિત જગ્યાએ ભારે ખસેડવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500