તાપીમિત્ર ન્યુઝ,નિઝર:નિઝર તાલુકાના પીપળોદ-વ્યાવલ માર્ગ ઉપર તા.૧૧મી જુન ના રોજ,ડમ્પર નંબર-MH-39-C-2977 નો ચાલક પોતાના કબજાનું ડમ્પર પુર ઝડ્પે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટર સાયકલ નંબર MH-18-H-9857 ને પાછળથી આવી ટક્કર મારી લતીસચંદ્ર પુરસોત્તમ પાટીલ (ઉ.વ.૬૮)ને રોડ ઉપર પાડી દઇ જમણા પગે જાંગના ભાગે ફેકચર કરી તથા માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેમને નજીક ની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું ટુકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.બનાવ અંગે ડમ્પર છોડી નાશી ગયેલા ડ્રાઈવર વિરૂધ્ધ મહેશ્વરભાઇ મોહનભાઇ પાટીલ રહે,શિંદા,જી-નંદરબાર (મહારાષ્ટ્ર )નાએ નિઝર પોલીસ મથકે ફરિયાદ કરી છે.જેમની ફરિયાદને આધારે ૧૨મી જુન રોજ ગુન્હો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application