કાપોદ્રા વિસ્તારમાં શાકભાજી વિક્રેતાઓ દ્વારા એસ.એમ.સી. સામે મોરચો માંડી ધરણાં પર ઉતરી ગયા છે. જયાં સુધી તેમને કાયમી જગ્યા ન આપે અથવા તેમની જુની જગ્યા પર શાંતિથી ધંધો કરવા દેવામાં આવે તેવી માંગ સાથે લગભગ ૨૦૦થી વધુ શાકભાજી વિક્રેતાઓ ધરણાં પર ઉતર્યા છે.
કાપોદ્રા વિસ્તારમાં છેલ્લાં ઘણાં વર્ષોથી શાકભાજી માર્કેટ ભરાઇ છે. આ શાકભાજી માર્કેટ રસ્તાની બાજુ પર ભરાતી હોવાના કારણે અવાર નવાર ટ્રાફીકની સમસ્યા સર્જાઇ છે. જેના કારણે પાલિકા દ્વારા અવાર નવાર શાકભાજી વિક્રેતાઓની લારી અને માલ સામાન લઇ જતાં હોય છે. જેને લઇને વેપારીઓમાં ખાસો રોષ જાવા મળી રહ્ના છે. છેલ્લાં કેટલાંક સમયથી રોજે રોજ વરાછા ઝોનના દબાણ ખાતા દ્વારા તેમની શાકભાજીની લારીઓ જપ્ત કરવામાં આવી રહી છે. અને તેમનો માલ પણ ફેકી દેવામાં આવે છે. લારીઓ છોડવામાં આવતી નથી. પાલિકાની આ હેરાનગતિના કારણે ૨૦૦થી વધુ શાકભાજીનો ધંધો કરતા શ્રમજીવીઓની હાલત કફોડી બની છે.
ઘર ચલાવવા માટે પણ હવે ફાફા પડી રહ્ના છે. પાલિકાની આ દાદાગીરી સામે બુધવારે કાપોદ્રા વિસ્તારમાં શાકભાજી વિક્રેતાઓએ રસ્તા પર ધરણાં કર્યા હતા. જયાં સુધી તેમને કાયમી જગ્યા પાલિકા દ્વારા આપવામાં ન આવે અથવા તેમની જુની જગ્યા પર ધંધો કરવા દેવામાં આવે તેવી માંગ સાથે ધરણાં પર બેઠાં છે. જયાં સુધી ન્યાય ન મળશે ત્યાં સુધી ધરણાંનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. એક તરફ સરકાર રૂ.૧૦ હજારની ફેરીયાઓને લોન આપી રહી છે. ત્યારે બીજી બાજુ પાલિકાની હેરાનગતિના કારણે ફેરીયાઓ લોનના હપ્તા કેવી રીતે ભરે તે એક મોટો સવાલ ઉભો થયો છે. ફેરીયાઓએ ધંધો રોજગાર કરવાનો પાલિકાની મનમાની નહીં ચાલે તેવા નારા સાથે વિરોધ નોધાવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500