ઉધનાની એક સોસાયટીમાં ગણેશ વિસર્જન વખતે લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર જ કોરોનાનો ડર ભૂલી ગયા હોય તેવું જોવા મળ્યું હતું.એટલું જ નહીં પણ ૨૬ વર્ષથી ગણેશજીની સ્થાપના કરતી મહિલાઓ એ ઢોલ નગારા પર વાજતે-ગાજતે વિસર્જન યાત્રા કાઢતા ચર્ચાનો વિષય બન્યો છે.
સુરત શહરેમાં મંગળવારે ગણેશ વિસર્જનની ધામધુમપુવર્ક ઉજવણી કરાઇ રહી છે. ત્યારે પોલીસ કમિશનરે તે માટે જાહેરનામું બહાર પાડીને જાહેરમાં સરઘસ કે વિસર્જન યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો છે. વિસર્જન પણ લોકોએ ઘરે જ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેના પગલે સુરતમાં મોટા ભાગની સોસાયટીઓમાં હોજ બનાવી ઘરે જ ગણેશ વિસર્જન કરવાની શરૂઆત કરવામાં આવી છે. જોકે, ઉધના રામનગર સોસાયટીમાં ગણેશ વિસર્જનમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ ૨૬ વર્ષથી ગણેશજીની સ્થાપના કરતી મહિલાઓ એ ઢોલ નગારા પર વાજતે-ગાજતે વિસર્જન યાત્રા કાઢતા ચર્ચાનો વિષય બન્યો છે.સોસાયટીમાં વિસર્જન વખતે લોકો ડ્રેસકોડમાં હતા, માસ્ક પહેર્યા હતા, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું નહોતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application