Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાયાબિટીસ અને પ્રેશરની બિમારી ધરાવતા ૭૦ વર્ષીય  કાળુભાઈ દુધાત કોરોનામુક્ત બન્યાં

  • September 03, 2020 

સુરતના ડાયાબિટીસ અને પ્રેશરની બિમારી ધરાવતા ૭૦ વર્ષીય કાળુભાઇ દુધાતે ૧૮ દિવસની સારવાર મેળવી, કોરોનાને મ્હાત આપી, સ્વગૃહે પરત ફર્યા છે. જેનો શ્રેય રાજય સરકાર અને ફરજનિષ્ઠ ડોકટરો સહિત સેવા કર્મીઓને આપે છે.

 

મુળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બવાળા ગામના વતની અને હાલ મોટા વરાછા રાધે રેસિડન્સીમાં કાળુભાઇ દૂધાત પરિવાર સાથે રહે છે.સિવિલ હોસ્પિટલમાં કાળુભાઇ ૧૪ દિવસ ઓકિસજન રહ્યા હતા. કાળુભાઈ ખુશી કરતા પણ વધુ  ખુશી પરિવારને છે. કારણ કે સુગર, બ્લડ પ્રેશર જેવી કોમોર્બિડ બિમારી હોવા છતાં કોરોનાને મ્હાત આપી છે.

 

કાળુભાઈએ વધુ વાત કરતા જણાવ્યું કે, ‘કોરોના કરતાં કોરોનાનો ભય વધુ નુકસાન કરે છે. કોરોના વાઈરસથી બચવા માટે લોકોએ જાગૃત્તિ કેળવી સરકારની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જોઇએ. આજે  સરકારી વિભાગો, અધિકારીઓ અને કર્મચારીઓ રાતદિવસ  આપણા જીવન બચાવવામાં લાગ્યા છે, ત્યારે  જનતાએ સરકારના તંત્રને સાથ સહકાર આપવો એ આપણી પ્રાથમિક ફરજ બને છે. 

 

કાળુભાઈ દુધાતના પુત્ર પરેશ દુધાતે કહ્યું કે," છેલ્લા ૪૦ વર્ષથી અમે સુરતમાં રહીએ છીએ. તા.૧૮ જુલાઇના રોજ પિતાની તબિયત બગડતા પ્રાઇવેટ હોસ્પિટલમાં સીટી સ્કેન કરાવ્યું હતું અને એમાં કોરોના પોઝિટિવ આવ્યો. જેથી ડોક્ટરની સલાહથી દવા લઈ હોમ આઈસોલેશન થયા હતા. પરંતુ ૨૦ જુલાઇના રોજ મારા પિતાજીની તબિયત વધુ બગડવા લાગી અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. જેથી નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જયાં ૧૧ દિવસની સારવાર બાદ વિનસ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.  છઠ્ઠી ઓગસ્ટે પિતાજીનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અમારો પરિવાર સિવિલ હોસ્પિટલનો અને સુરત મહાનગરપાલિકાનો ઋણી છે. અમારી સારવાર તદ્દન નિ:શુલ્ક કરવામાં આવી છે. જે બદલ રાજ્ય સરકાર અને પાલિકા તંત્રના આભારી છીએ.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application