Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લાના ૧૮૧ જેટલા ગ્રામીણ બેરોજગાર યુવક-યુવતીઓને વિનામુલ્‍યે તાલીમ અને રોજગાર મળશે : યુવક-યુવતીઓને તાલીમ માટે અમદાવાદ રવાના કરાયા

  • January 23, 2018 

નવસારી:ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય તથા ગુજરાત સરકારના નેશનલ લાઇવલીહુડ મિશન મંગલમ યોજના દ્વારા અમલી દિનદયાળ ઉપાધ્‍યાય ગ્રામીણ કૌશલ્‍ય યોજના અંતર્ગત નવસારી જિલ્લાના ૧૮૧ જેટલા બેરોજગાર યુવક-યુવતીઓની તાલીમ અને સ્‍વરોજગારી મળી રહે તે માટે પસંદગી કરવામાં આવી છે. આ માટે એપોલો મેકસ્‍કીલ સાથે એમઓયુ કરવામાં આવ્‍યા છે.નવસારી જિલ્લામાં જિલ્લા પંચાયતની આરોગ્‍ય શાખા, ગ્રામ વિકાસ એજન્‍સીની મિશન મંગલમ દ્વારા પસંદગી પામેલા ૨૦૦ જેટલા યુવાનોને ત્રણ માસની તાલીમ બાદ તરત જ તેમને નોકરી (સ્‍વરોજગાર) આપવામાં આવશે.નવસારી જિલ્લાના પસંદગી પામેલા યુવાનોને અમદાવાદ તાલીમ માટે જવા બસની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરાએ લીલીઝંડી બતાવી બસ દ્વારા યુવક-યુવતીઓને ત્રણ માસની તાલીમ માટે રવાના કરવામાં આવ્‍યા હતા.જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્‍યું હતું કે, ગ્રામીણ બેરોજગાર યુવક-યુવતીઓને આજીવિકા માટે રોજગારીની તક મળે તે માટે જરૂરી તાલીમ આપીને સંગઠિત ક્ષેત્રમાં નોકરી આપવામાં આવશે. આ તાલીમાર્થીઓને રહેવા-જમવાની સવલતો વિનામુલ્‍યે પુરી પાડવામાં આવશે અને સરકાર તરફથી સ્‍ટાઇપેન્‍ડ પણ આપવામાં આવશે. તાલીમાર્થીઓ કારર્કિદી બનાવે તે માટે તમામ સહયોગ અપાશે.જિલ્લા ગ્રામવિકાસ એજન્‍સી લાઇવલી હુડના મેનેજર સંતોષ દિનાકરને જણાવ્‍યું હતું કે,નવસારી જિલ્લાના બેરોજગાર યુવક-યુવતીઓને અમદાવાદ એપોલો મેકસ્‍કીલ દ્વારા ઉચ્‍ચકક્ષાની તાલીમ આપવામાં આવશે અને તાલીમ આધારિત જોબ મળશે.આ પ્રસંગે મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ર્ડા.ભાવસાર,તાલુકા આરોગ્‍ય અધિકારી ર્ડા.ધવલ મહેતા વગેરે ઉપસ્‍થિત રહયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application