નાગપુર પાસે ભાજપના કાર્યકરની તેના પરિવાર સહિત હત્યા કરીને ક્રૂર હત્યાકાંડ આચરવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે.
નાગપુરના દીધોરી પંથકમાં ભાજપના કાર્યકર કમલાકર મોહનદરના ઘરે રાત્રીના સમયે હમલાખોરો ત્રાટકયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ કમલાકરનો પરિવાર ભરઉંઘમાં હતો ત્યારે જ પાંચ સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી અને હમલાખોરો ફરાર થઈ ગયા હતા.આ હત્યાકાંડની જાણ પોલીસને થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આરોપીઓની તપાસ શરૂ કરી છે.હત્યારા કોણ હતા અને શા માટે હત્યા થઈ છે તેની તપાસ શરૂ થઈ છે આસપાસના વિસ્તારને પોલીસે કોર્ડન કરી લીધો છે.આ હત્યાકાંડ સીસીટીવી ફૂટેજમાં આવી કેદ થઈ ગયા છે કે,કેમ તેની પણ તપાસ થઈ રહી છે હજુ પોલીસને કોઈની ભાળ મળી નથી.ભાજપના કાર્યકરની સમગ્ર પરિવાર સહિત પાંચ સભ્યોની હત્યા થઈ જતાં ભાજપમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે અને નેતાઓ ગામમાં પહોંચી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application