ચંદીગઢ:સોશીયલ મીડીયા પર લોકોને ઉશ્કેરવા તે લોકોની ભીડને ઉશ્કેરવા સમાન ગણીને એક આરોપી ની જામીન અરજી રદ કરી હતી.કોર્ટે કહ્યું કે,લોકોની ભીડ જમા કરીને તેને હીંસા માટે ભડકાવો કે સોશીયલ મીડીયા ઉપર બન્ને એક જ પરિસ્થિતિ છે.આ સાથે જ જસ્ટીસ સુદિપ અહલુવાળીયાએ ટ્રાયલ કોર્ટને ત્રણ મહીનામાં આ કેસનો ફેંસલો આપવાનો આદેશ આપ્યો છે.ઉપરાંત આરોપી અરવિંદરસીંઘ ઉપર આઇપીસીની કલમ ૧રર હેઠળ પણ કેસ ચલાવવાનો હુકમ કર્યો છે.
હાલમાં આરોપી ઉપર દેશ વિરૂદ્ધ યુદ્ધ છેડવાના આરોપમાં આઇપીસીની કલમ ૧ર૧ અને ૧ર૧ એ હેઠળ કેસ દાખલ કરાયો છે.અરવિંદર સીંઘના વકીલે દલીલ કરી હતી કે અરજદારે ફેસબુક પર શીખ યુવકોને અલગ ખાલીસ્તાનની તરફેણમાં ભેગા થવાની અપીલ કરી હતી.તેને દેશદ્રોહ ન માની શકાય.તેનો વિરોધ કરીને પંજાબ સરકારે કહ્યું હતું કે અરજદારે ફેસબુક પર માત્ર અપીલ નહોતી કરી પણ એક વિશેષ સમૂદાય સામે હીંસા કરવા માટે ભડકાવ્યા હતા.હાઇકોર્ટ બંને પક્ષની દલીલો સાંભળીને કહ્યું કે,આ કેસમાં અરજદારને જામીન ન મળી શકે.ટ્રાયલ કોર્ટમાં આ મામલે ર૪ માંથી ૯ની જુબાની લેવાઇ ગઇ છે અને બાકી નાની જુબાની લેવાની કાર્યવાહી જલ્દી પૂરી કરવામાં આવે.હાઇકોર્ટે અરવિંદરની જામીન અરજી રદ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application