Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

  • August 31, 2020 

વ્યારા ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં પ્રદેશ પ્રમુખ નું ભવ્ય સ્વાગતની સાથે કાર રેલી યોજી હતી,આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં ભાજપી કાર્યકરો જોતરાયા હતા.

 

તાપી જિલ્લાના વ્યારાના સુરતી નાકાથી કાર રેલી નગરમાં ફર્યા બાદ ડો.ભીમરાવ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર પ્રદેશ પ્રમુખ સહીત અન્ય નેતાઓએ કાર્ય બાદ કાર રેલી પેડલ રેલીમાં પરિવર્તિત થઈ શ્યામ પ્રસાદ મુખર્જી હોલ પહોંચી હતી, જ્યાં તેમનું પારંપરિક સ્વાગત કર્યા બાદ પ્રમુખ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ રેલી સભામાં પરિવર્તિત થઈ હતી, જ્યાં દરેક ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું, 

 

સી.આર.પાટીલ દ્વારા સાધુ સંતોનું સન્માન કરાયા બાદ પ્રદેશ પ્રમુખ ગુજરાતમાં 182 વિધાનસભાની સીટો લાવવાની જે પ્રમુખ બન્યા બાદ વચન આપ્યું હતું તે કેવી રીતે પરિપૂર્ણ થશે તેની ભાજપી કાર્યકરોને માહિતી આપી માર્ગદર્શીત કર્યા હતા,

 

પરંતુ આ સમગ્ર અભિવાદન કાર્યક્રમ માં વારંવાર મંચ પરથી સૂચના આપવા છતાં ઉપસ્થિત કાર્યકરો દ્વારા સોસીયલ ડિસ્ટનસિંગનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application