Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને વધુ એક ઝટકો:નીતિ આયોગનાં વિશેષ પદેથી છૂટ્ટી કરી દેવામાં આવ્યાં

  • June 11, 2018 

નવી દિલ્હીઃકેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને વધુ એક ઝટકો લાગ્યો છે.કેન્દ્રનાં વર્તમાન કાપડ ઉદ્યોગ મંત્રી અને ગુજરાતનાં સાંસદ સ્મૃતિ ઇરાનીને કેન્દ્રની મહત્વની ગણાતી સંસ્થા નીતિ આયોગનાં વિશેષ પદેથી છૂટ્ટી કરી દેવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સ્મૃતિ ઈરાની પાસેથી સૂચના અને પ્રસારણ મંત્રાલય પણ છીનવી લેવામાં આવ્યું હતું.જ્યારથી સ્મૃતિ ઈરાની માનવ સંશોધન વિકાસ મંત્રી બન્યાં છે ત્યારથી તેઓ નીતિ આયોગનાં સભ્ય બન્યાં હતાં.મહત્વનું છે કે હવે પ્રકાશ જાવડેકરને આ વિશેષ પદ સોંપવામાં આવશે.મહત્વનું છે કે,પ્રકાશ જાવડેકર વર્તમાન સમયમાં માનવ સંશોધન વિકાસ મંત્રી પણ છે.આ સિવાય રાવ ઈન્દ્રજીત સિંહને નીતિ આયોગનાં પૂર્વ સભ્ય તરીકે પણ નિયુક્ત કરી શકાય છે.આ નિર્ણય એવા સમયમાં લેવામાં આવ્યો છે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ૧૭મી જૂને ગર્વર્નિંગ કાઉન્સિલની મીટીંગ કરવા જઈ રહ્યાં છે.ઉલ્લેખનીય છે કે ૧૫મી મેંનાં રોજ સ્મૃતિ ઈરાની પાસેથી સૂચના અને પ્રસારણ મંત્રાલય પરત ખેંચી લેવામાં આવ્યું હતું.તાજેતરમાં જ તેઓની પાસેથી માહિતી-પ્રસારણ ખાતું પણ લઇ લેવામાં આવ્યું હતું.આ આયોગનાં અધ્યક્ષ હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય છે પરંતુ હવે તેઓ માત્ર કાપડ મંત્રાલય જ સંભાળશે. મહત્વનું છે કે સ્મૃતિ ઈરાની પર પોતાનાં પદનાં દુરઉપયોગનો આરોપ છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application