હાલ ચોમાસુ ભરપુર ચાલી રહ્યું હોય નર્મદા માં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે જેમાં ખેડૂતોના ખેતર માં પણ પાણી ભરાતા પાકને પણ ભારે નુકસાન થયું છે સાથે નદીઓમાં ડૂબી જતાં મૃત્યુ નો સિલસિલો પણ ચાલુ હોય રાજપીપળા કરજણ ઓવરે કરજણ નદી માં એક વ્યક્તિ અને દેડીયાપાડા ની દેવ નદી માં એક 3 વર્ષીય બાળકી નું પાણી ના પ્રવાહ માં તણાઈ જતા મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા ના ખાટકી વાડ માં રહેતા ચીમનભાઇ રમણભાઇ માછી (ઉ.વ.૪૦)પોતાના કરજણ નદીના કિનારે આવેલ ખેતરે ગયેલ તે વખતે કરજણ ડેમમાંથી પાણી છોડતા તેમના ખેતરમા પાણીનો પ્રવાહ આવી જતા તે પાણીના પ્રવાહમા કોઇ કારણસર પાણીમા પડી જવાથી વહેણમા ખેચાઇ જતા મોત ને ભેટ્યા હતા
જ્યારે અન્ય એક ઘટના માં દેડીયાપાડા તાલુકાના ડુમખલ ગામના દેવરા ફળીયા આવેલી દેવ નદીમાં રંજુબેન બાબુ ભાઇ તડવી (ઉ.વ.૩)ઘરની પાછળ આવેલ દેવ નદી બાજુ રમતા રમતા ચાલી ગઇ હોય એ વખતે દેવ નદીમાં ઉપર વાસમાં વધુ પ્રમાણમાં પાણી આવતા પાણીના વહેણમાં તણાઇ જઇ શોધખોળ દરમ્યાન આટીયા ઘાટ પાસે મૃત હાલતમાં મળી આવી હતી.બંને બનાવ માં રાજપીપળા અને દેડીયાપાડા પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500