Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોબાઈલમાં ગેમ રમી રૂમમા દરવાજા ખુલ્લો મુકી સુઈ જતા  તસ્કરો ૫૦ હજારની મતા ચોરી ગયા

  • August 28, 2020 

રાંદેર રોડ રંગઅવધ્રુત સોસાયટીની સામે કીર્તિનગર સોસાયટીમાં રહેતા એન્જીનિયરના મકાનમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. એન્જિનિયર રાત્રે મોબાઈલમાં ગેમ રમી આગળ અને પાછળનો દરવાજા ખુલ્લો મુકી સુઈ ગયો હતો તેનો તસ્કરોએ લાભ ઉઠાવી ઘરના પાછળ આવેલ ગેસïના પાઈપ વડે પહેલા માળના બેડરૂમમાં આવી લાક઼ડાના કબાટમાંથી રોકડ રકમ, સોનાની બુટ્ટી અને ઘડીયાળ મળી કુલ રૂપિયા ૫૦ હજારના મતાની ચોરી કરી નાસી ગયો હતો.

 

રાંદેર રોડ કીર્તીનગર સોસાયટીમાં રહેતા૨૯ વર્ષિય  વિવેક રાકેશભાઈ સુરતી  કોસંબા ખાતે આદિત્ય બિરલા કંપનીમાં ટેક્ષટાઈલ કંપનીમાં એન્જીનિયર તરીકે ત્રણ વર્ષથી નોકરી કરે છે. વિવેકભાઈ હઈકાલે રાત્રે મોડે સુધી મોબાઈલમાં ગેમ રમતો હતો અને ઉપરના માળના બેડરૂમના આગળ અને પાછળના દરવાજા ખુલ્લા રાખી સુઈ ગયો હગતો તે દરમિયાન કોઈ અજાણ્યાઍ ઘરના પાછળના ગેસ પાઈપïલાઈન મારફતે ઉપરના માળમાં ચડી આવી બેડરૂમના લાકડાના કબાટમાંથી રોકડા ૮,૦૦૦, સોનાની બુટ્ટી અને ઘડીયાળ મળી કુલ રૂપિયા ૫૦ હજારના મતાની ચોરી કરી નાસી ગયો હતો. સવારે પાંચ વાગ્યે વિવેકભાઈની પત્ની દિવ્યાબેન જાગતા તેઓ બેડરૂમના કબાટના દરવાજા ખુલ્લા અને ચોરી થઈ હોવાની ખબર પડી હતી. બનાવ અંગે પોલીસે વિવેકભાઈની ફરિયાદ લઈ આગળ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application