Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વેસુના પ્લોટના નામે બિલ્ડર સાથે લાખો રૂપિયાની ઠગાઈ

  • August 28, 2020 

ભટાર વિસ્તારમાં રહેતા બિલ્ડર સાથે વેસુના પ્લોટ મામલે ક્રિષ્ણા ડેવલોપર્સના બિલ્ડર દ્વારા ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોધાઈ છે. ઉમરા પોલીસના જણાવ્યા મુજબ ભટાર વનીતા પાર્કની ગલીમાં ક્રિષ્નાનગર એપાર્ટમેન્ટમાં રહેતા પંકજ હાથીભાઈ પટેલ (ઉ.વ.૫૯) કન્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પંકજભાઈએ ગઈકાલે ક્રિષ્ના ડેવલોપર્સના બિલ્ડર મહેન્દ્ર બબાભાઈ પટેલ (રહે, પાંડુરંગ સોસાયટી જજીસ કોલોની બંગલો ચાર રસ્તા બોડકદેવ અમદાવાદ) સામે ફરિયાદ નોîધાવી છે જેમાં પંકજભાઈઍ જણાવ્યું હતું કે તેઓઍ \

 

ગત તારીખ ૯મી ઓક્ટોબર ૨૦૧૮થી ૧૬મી ઓક્ટોબ ૨૦૧૮ના સમયગાળા દરમિયાન વેસુના રેવન્યુ સર્વે નં-૯૫ પૈકી (જુનો ) સર્વે નં- ૪૩/૨માં પાડવામાં આવેલા પ્લોટ નં ૬,૭, અને૮ના ગત તારીખ ૬થી મે ૨૦૧૮ના  રોજ સોદાચીઠ્ઠી હાર્દિક શાહ અને પરીમલ પટેલની હાજરીમાં વેચાણ કરી સોદાચીઠ્ઠીમાં તમામ વહીવટકર્તા તરીકે નામ લખ્યું હતું જેમાં તેમની સાથે ક્રિષ્ણા ડેવલોપર્સના ભાગીદાર મહેન્દ્ર પટેલ અને મુગેશ થતા ખરીદનાર હાર્દિખ શાહ અને પરિમલ પટેલની સહી અને અંગુઠાના  નિશાન કર્યા હતા.

 

દરમિયાન આ સોદાચીઠ્ઠીના નાણા મેળવ્યા હોવા છતાંયે મહેન્દ્ર બબા પટેલે પ્લોટ નં- ૭ અને ૮ના દસ્તાવેજ ૧૬મી ઓક્ટોબર ૨૦૧૮ના રોજ અને પ્લોટ નં-૬ના દસ્તાવેજ ૯મી ઓક્ટોબર ૨૦૧૮ના પોતાના નામે  બનાવી લીધા હતા. પંકજભાઈને્ï વહીવટકર્તા તરીકે વચ્ચે રાખી પ્લોટનો ઍક વખત સોદો કરી તેના નાણા મેળવી લીધા બાદ દસ્તાવેજ બનાવી નહી આપી કે નાણા પરત નહી આપી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે પોલીસે પંકજભાઈની ફરિયાદ લઈ મહેન્દ્ર પટેલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application