રીંગરોડની રઘુકુળ ટેક્ષટાઈલ માર્કેટમાંથી વીટીએમ માર્કેટની દુકાનમાં સાડીનો જથ્થો સીફ્ટ કરતી વખતે બે મજુરો દ્વારા રૂપિયા ૮.૫૨ લાખનો સાડીનો માલ બારોબાર સગેવગે કર્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
વેસુ રૂદ્રમ એવન્યુ ખાતે રહેતા ૩૮ વર્ષિય પંકજ રમેશ કેશરી રીંગરોડની રઘુકુળ ટેક્ષટાઈલ માર્કેટમાં દુકાન ધરાવે છે પંકજભાઈએ ગત તારીખ ૧૧ ઓગસ્ટના સવારે દસ વાગ્યાથી ૧૯મીના રાત્રેના આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન રઘુકુળ માર્કેટની દુકાનïનો તમામ માલ વીટીએમ ટેક્ષટાઈલ માર્કેટની દુકાનમાં સીફ્ટ કર્યો હતો.
પંકજભાઈઍ આ માલ સીફ્ટ કરવા માટે ૧૫૦ જેટલા સાડીઓના પોટલા સીફ્ટ કરવા માટે જાવેક અને ઝુલ્ફીકારને આપ્યા હતા. આ બંને જણાઍ પોટલાને ટેમ્પોમાં મુકતી વખતે તમામ પોટલામાંથી થોડી થોડી મળી કુલ સાડી નંગ-૬૭૨ જેની કિંમત રૂપિયા ૮,૫૨,૪૧૦ થાય છે જે ચોરી કરી માલ બીજા ટેમ્પોમાં મોકલી આપ્યો હતો.
દરમિયાન પંકજભાઈઍ દુકાનમાં સ્ટોકની ગણતરી કરતા સાડી ઓછી નિકળતા રઘુકુળ માર્કેટના સીસીફુટેજ ચેક કરતા જાવેદ અને ઝુલ્ફીકાર દ્વારા સાડીઓ ચોરી કરી ટેમ્પોમાં મોકલતા હોવાનુ કેદ થયું હતુ. બનાવ અંગે પોલીસે પંકજભાઈની ફરિયાદ લઈ આગળ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500