સુરત શહેરમાં કોરોનાના દર્દીની સંખ્યામાં ઘટાડો થઈ રહ્ના છે પરંતુ રહેણાંક ઝોન કહેવાતા રાંદેર અને અઠવા ઝોનમાં કોરોના પોઝીટીવ દર્દીની સંખ્યામાં કોઈ ખાસ ઘટાડો થયો નથી. રાંદેર ઝોન વિસ્તારમાં પાલનપુર પાટિયા વિસ્તારમાં ચાલતી કેટલીક શાક માર્કેટ સંક્રમણ માટે જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે શહેરીજનો માટે જોખમી બની ગયેલી પાલનપુર પાટિયા વિસ્તારની શાક માર્કેટ બંધ કરાવવા માટે રાંદેર ઝોનને તાકીદ કરવામાં આવી છે.
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્નાં છે તેમાં પણ અન લોક બાદ આ વિસ્તારમાં કોરોનાના દર્દીમાં સતત વધારો થઈ રહ્ના છે. લોકડાઉન વખતે સૌથી વધુ નિયમોનું પાલન કરતાં રાંદેર ઝોન વિસ્તારમાં હાલ કોરોનાનું સંક્રમણ એટલું વધી ગયું છે કે કતારગામ સૌથી વધુ કેસ રાંદેર ઝોનમાં થઈ ગયાં છે. હાલની સ્થિતિમાં રાંદેર ઝોનમાં ૨૨૦૦થી વધુ કોરોના પોઝીટીવ દર્દી થઈ ગયાં છે. તેમાં પણ અડાજણ વિસ્તારની કૃષ્ણકુંજ સોસાયટીમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં કૃષ્ણકુંજ સોસાયટીને કન્ટેન્ટમેન્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
આ ઉપરાંત પાલિકાના કોન્ટેક્ટ ટ્રેસીંગની કામગીરીમાં ક્લોઝ કોન્ટેક્ટની એક્ટીવીટી પાલનપોર પાટિયા ખાતેની શાક માર્કેટમા જોવા મળી રહી છે.પાલનપુર પાટિયા મશાલ સર્કલથી વોકવે ખાતે એક શાક માર્કેટ છે જ્યારે ટેકરાવાલા સ્કુલથી પ્રાઈમ આર્કેડ ખાતે પણ એક શાક માર્કેટ ભરાઈ છે. આ બન્ને શાક માર્કેટમાં સોશ્યલ ડિસ્ટન્સનો છડેચોક ભંગ થઈ રહ્ના છે અને મોટા ભાગના લોકો માસ્ક વિના જફરી રહ્નાં છે. આવા સંજોગોમાં સંક્રમણ વધી રહ્નાં હોવાથી આગામી દિવસોમાં આ બન્ને શાક માર્કેટ પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી શક્યતા છે. પાલિકા તંત્રએ રાંદેર ઝોનને સુચના આપીને પાલનપુરના શાક માર્કેટ બંધ કરાવવા માટેની તાકીદ કરી છે જેનો અમલ આગામી નજીકના દિવસોમાં જોવા મળશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500