અમરોલીના સાંઇ એમ્બ્રોડરી વિભાગ ૧માં પ્લોટ નં. ૧માં એમ્બ્રોડરી કારખાનામાં લોક્ડાઉન બાદ તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરો કારખાનાના મેઇન દરવાજાનું તાળું ડુપ્લીકેટ ચાવી વડે ખોલી અંદર પ્રવેશી કારખાનામાંથી એમ્બ્રોડરી વર્કની ૮૦૦ સાડી પૈકી ૨૪૮ નંગ સાડી કિંમત રૂ. ૯૯,૨૦૦ અને એમ્બ્રોડરી મશીનના ડિવાઇસ નંગ ૪૫ કિંમત રૂ. ૧૩,૫૦૦ મળી કુલ રૂ. ૧.૧૨ લાખની મત્તાના ચોરીને ફરાર થઇ ગયા હતા.
ભાવનગરના નાગધણીંબા ગામના વતની મોટા વરાછા સુદામા ચોક સ્થિત અભિષેક રેસીડન્સી-૨માં રહેતા ૩૮ વર્ષિય અરવિંદ દેવજી ઇટાલીયા અમરોલીના સાંઇ એમ્બ્રોડરી વિભાગ- ૧માં પ્લોટ નં. ૧માં એમ્બ્રોડરી કારખાનુ ધરાવે છે.લોક્ડાઉન દરમ્યાન કારખાના બંધ કરીને તેઓ વતન જતા રહયા હતા. ત્યારબાદ અઠવાડિયા અગાઉ પરત સુરત આવ્યા હતા.કારખાને ગયા ત્યારે એમ્બ્રોડરી વર્કની ૮૦૦ સાડી પૈકી ૨૪૮ નંગ સાડી કિંમત રૂ. ૯૯,૨૦૦ અને એમ્બ્રોડરી મશીનના ડિવાઇસ નંગ ૪૫ કિંમત રૂ. ૧૩,૫૦૦ મળી કુલ રૂ. ૧.૧૨ લાખની મત્તાના ચોરી થઇ હોવાની જાણ થતા તેમણે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500