Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉધના-મગદલ્લા રોડ પરથી ગુટખાના ડુપ્લીકેટ જથ્થા સાથે એક ઝડપાયો

  • August 28, 2020 

ઉધના-મગદલ્લા રોડ સ્થિત ચોસઠ જોગણી માતાના મંદિર નજીક ખટોદરા કોમ્યુનિટી હોલ સામે પોલીસે બાતમીના આધારે ડુપ્લીકેટ ગુટખા સાથે એકને ઝડપી પાડી પાંજરે પુર્યા છે. પોલીસે ડુપ્લીકેટ ગુટખાના ૧૨૪૮ નંગ પાઉચ અને તમાકુના ૧૨,૪૮૦ નંગ પાઉચ કિંમત રૂ. ૪૯,૯૨૦ના મુદ્દામાલ કબ્જે કર્યો છે.

 

ઉધના-મગદલ્લા રોડ સ્થિત ચોસઠ જોગણી માતાના મંદિર નજીક ખટોદરા કોમ્યુનિટી હોલ સામેથી ખટોદરા પોલીસે વિમલ પાન મસાલા કંપનીના ડુપ્લીકેટ ગુટખાના ૧૨૪૮ નંગ પાઉચ અને તમાકુના ૧૨,૪૮૦ નંગ પાઉચ કિંમત રૂ. ૪૯,૯૨૦ના મુદ્દામાલ સાથે મૂળ  રાજસ્થાનના સીકર જીલ્લાના ફતેહપુર ગામના વતની હાલ કડોદરા અંત્રોલી ગામના રામનગરમાં  વૃંદા પેલેસ રહેતો  ઓમપ્રકાશ સાવરમલ શર્માને ઝડપી પાડી પોલીસે ટ્રેડ માર્ક એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં છેલ્લા આઠેક મહિનાથી ડુપ્લીકેટ ગુટખાનું વેચાણ કરતો હોવાની કબૂલાત ઓમપ્રકાશે કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application