Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પશ્વિમ રેલવેએ કર્મચારીઓ માટે ઇ-પાસની શરૂઆત કરી

  • August 28, 2020 

રેલવેએ ડિજીટાઇઝેશન તરફ આગળ વધતા કર્મચારીઓ માટે ઇ-પાસની શરૂઆત શરૂ કરી છે. ઇ-પાસ હ્નામન રિસોર્સ મેનેજમેન્ટ સીસ્ટમ અંતર્ગતનો એક ભાગ છે અને પશ્વિમ રેલવે દ્વારા તા.૨૪ ઓગષ્ટ થી તેના છ મંડળોમાં આની શરૂઆત કરવામાં આવી છે. નવેમ્બરથી રેલવે પોતાના કર્મચારીઓને પરંપરાગત પાસ ઇસ્યુ નહિ કરશે.

 

આ ઇ-પાસ સુવિધા રેલવે કર્મચારીઓ માટે સુવિધા અને તેમના પરિવારજનો માટે સુવિધા ટિકિટ ઓર્ડરનું કાગળ વિનાનું સંસ્કરણ છે. પશ્વિમ રેલવેના મુખ્યાલય તથા તમામ છ મંડળોના રેલવે કર્મચારીઓ તથા પાસ ઇસ્યુ કરવાવાળા કાર્યાલયની મેપિંગ અને આના સંબંધી અન્ય તમામ પ્રક્રિયાઓ પૂરી કરી દીધી છે એમ પશ્વિમ રેલવેના મુખ્ય સંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું.રેલવે કર્મચારીઓ હ્નામન રિસોર્સ મેનેજમેન્ટ સર્વિસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરીને લોગ ઇન તથા પાસવર્ડની મદદથી ઇ-પાસ મેળવી શકશે. આ સુવિધા અંતર્ગત ઇસ્યુ થયેલા પાસને કર્મચારી ડાઉનલોડ કરીને પોતાની સુવિધા અનુસાર ઓનલાઇન ટિકિટ બુક કરી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application