Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં કોરોનાના અજગરી ભરડામાં નવા ૯૨ સપડાયા, એકનું મોત:મૃત્યુઆંક ૭૯૫

  • August 28, 2020 

સુરતમાં કોરોના સંક્રમણ ઓછુ થવાનું નામ લેતુ નથી. સુરતમાં છેલ્લા પાંચ - સાત દિવથી માત્ર  કોરોના વાયરસમાં આંશિક ઘટાડો જાવા મળ્યો છે.ગુરૂવારે બપોર સુધીમાં સુરતમાં  ૯૨ કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો વધીને ૧૯,૯૧૭  થયો છે. જયારે તેની સામે અત્યાર સુધી ૧૬,૩૯૧ લોકો કોરોનામુક્ત થયા છે.તેમજ કોરોનાથી  વધુ  એકનું મોત  મૃત્યુઆંક વધીને ૭૯૫ પર પહોંચ્યો છે. શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક ૭૯૪ પર પહોંચ્યો છે. જેમાં શહેરના ૬૦૫ અને ડિસ્ટ્રીક્ટના ૧૯૦ પર પહોંચ્યો છે. 

 

સુરત શહેર અને જીલ્લામાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થાય તે માટે તંત્ર અથાગ પ્રયાસ કરી રહી છે.તેમ છતાં કોરોનાનો કહેર જાવા મળી રહયો છે. ખાસ કરીïને શહેરના કતારગામ , અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે. કોરોના સંક્રમણમાં થઈ રહેલા વધારાના પગલે તંત્ર દ્વારા ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવામાં આવી છે.તે દરમ્યાન બુધવારે  બપોર સુધી સુરત શહેરમાં ૭૦ કેસ નોધાયા છે. આ સાથે શહેરમાં ૧૫,૬૬૨ કેસો નોધાઇ ચુકયા છે.

 

જયારે જીલ્લામાં પણ કેસો ઘટી રહ્ના છે. બપોર સુધીમાં ૨૨ કેસ નોધાયા છે. આ સાથે જીલ્લામાં પણ કોરોનાનો પોઝીટીવ આંક ૪,ï૨૫૫ કેસો નોîધાયા છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝીટીવ આંક ૧૯,૯૧૭પર પહોîચ્યો છે. જયારે એકનું મોત મૃત્યુઆંક વધીને ૭૯૫ પર પહોંચ્યો છે. આ ઉપરાંત કોરોનાને મ્હાત આપી મોટી સંખ્યામાં દર્દીઓ  સાજા થઇ રહ્ના છે. શહેરમાંથી અને જિલ્લામાંથી કુલ ૧૬,૩૯૧ લોકો કોરોનામુક્ત થયા છે. જેમાંથી ૩૪૦૦ લોકો જિલ્લાના છે. હાલ શહેર અને જિલ્લામાં ૨૬૪૦ એક્ટિવ કેસ છે.નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં ૧૧૩ દર્દીઓ પૈકી ૭૦ દર્દીઓની હાલત ગંભીર છે. ૫ વેન્ટિલેટર, ૧૪ બાઈપેપ અને ૫૧ ઓક્સિજન પર છે. સ્મીમેરમાં ૬૪ પૈકી ૫૩ ગંભીર છે. ૫ વેન્ટિલેટર, ૧૮ બાઈપેપ અને ૩૦ ઓક્સિજન પર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application