આદિવાસી બાંધવોના વિકાસ માટે રાજય સરકાર હરહંમેશ કટિબધ્ધ રહી છે. આદિજાતિ પ્રજામાં શિક્ષણનું પ્રમાણ વધે તથા બાળકોમાં નાનપણથી સારા સંસ્કારોનું સિંચન થાય તેવા આશયથી વિવિધ શૈક્ષણિક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેનાથકી આજે આદિજાતિના વિદ્યાર્થીઓ આજે વિદેશમાં જઈ ઉચ્ચ અભ્યાસ કરતા થયા છે. મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસની કચેરી દ્વારા જિલ્લામાં આદિજાતિના બાળકો માટે સરકારી છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે. હાલ સુરત જિલ્લામાં ૧૭ સરકારી છાત્રાલયોમાં ૩૩૧૦ છાત્રો રહેવાની તથા જમવાની સુવિધા મેળવી રહ્યા છે. વાંકલ ખાતે રૂા.૧૪૯૯ લાખના ખર્ચે સરકારી કુમાર છાત્રાલયના ભવનનું કાર્ય પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત ઉમરપાડાના ચંદ્રાપાડા ખાતે રૂા.૧૮.૪૬ કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલય અને ગોપાલીયા ખાતે રૂા.૧૮.૪૬ કરોડના ખર્ચે કન્યા છાત્રાલયમાં રહેવા-જમવાની સુવિધા ઉપલબ્ધ છે.
સુરતના શહેરી વિસ્તારમાં ૪૮૬ કન્યાઓ માટે રૂા.૨૬.૦૭ કરોડ તથા પી.એમ.બોયઝ હોસ્ટેલ ૩૩૦ કુમારો માટે રૂા.૧૭.૨૦ કરોડના છાત્રાલય તથા માંડવી ખાતે રૂા.૧૪ કરોડના ખર્ચે સરકારી કન્યા છાત્રાલયના બાંધકામની વહીવટી મજુરી મળી ચુકી છે. મહુવામાં કોલેજ કક્ષાનાં વિદ્યાર્થીઓ માટે નવું સરકારી કુમાર છાત્રાલય મંજુર થયેલ છે જેનું બાંધકામ આદર્શ નિવાસી શાળા (કુમાર)-મહુવાનાં કેમ્પસમાં કરવામાં આવશે. રૂ.૧૫૩૨.૨૬ લાખની વહીવટી મંજુરીવાળુ સદર બાંધકામ શરૂ છે. છાત્રાલયો નિર્માણ થવાથી આદિજાતિના કુમાર-કન્યાઓને રહેવા માટેની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે. સુરત જિલ્લામાં ૬૬ ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયો ચાલે છે જેમાં ૪૪૬૫ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જિલ્લામાં ૬૬ આશ્રમ શાળાઓ/ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓ/ ઉચ્ચતર ઉ.બુનિયાદી આશ્રમ શાળાઓમાં ૭૮૧૫ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.
આદિજાતિના બાળકો શૈક્ષણિક રીતે આગળ વધે તે માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ગયા વષે ૨૩૪૪૮ વિદ્યાર્થીઓને ૫૭.૩૫ કરોડની સહાય ચુકવવામાં આવી છે. જયારે પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિ સહાય અંતર્ગત ૯૮૪૪૬ બાળકોને ૧૦.૬૫ કરોડની છાત્રવૃત્તિ ચુકવવામાં આવી છે. સુરતની આદર્શ નિવાસી શાળાના મકાનનું બાંધકામ બાબેન-બારડોલી ખાતે પૂર્ણ થયું છે. જેનું લોકાર્પણ ૯મી ઓગસ્ટ ૨૦૨૩ના કરવામાં આવશે. શાળામાં ધો-૧૧ અને ૧૨ના વર્ગો પણ શરૂ કરવામાં આવશે. સુરત જીલ્લામાં મહુવા ખાતે પણ કન્યાઓ માટે આદર્શ નિવાસી શાળા મંજુર કરવામાં આવી છે. જે આદર્શ નિવાસી શાળા (કુમાર) મહુવાના મકાનમાં શરૂ કરવામાં આવી છે. જેનું બાંધકામ મહુવા ખાતે રૂ.૩૧૦૬.૮૭ લાખનાં ખર્ચે કરવાની વહીવટી મંજુરી મળી છે. સુરત જિલ્લામાં કુમાર અને કન્યાઓ માટે (મિશ્ર) આદર્શ નિવાસી શાળા માંગરોલ અને જાંખલા ખાતે મંજુર થઈ છે. આદર્શ નિવાસી શાળા (મિશ્ર) માંગરોળનું બાંધકામ વાંકલ ખાતે કરવાનું આયોજન છે.
જેના બાંધકામ માટે સરકાર દ્વારા રૂ.૩૮૭૨ લાખની વહીવટી મંજૂરી મળી ચુકી છે. જિલ્લામાં કુલ ૮ આદર્શ નિવાસી શાળાઓમાં કુલ ૮૮૦ કુમાર તથા ૨૪૦ કન્યાઓ મળી કુલ ૧૧૨૦ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ માટે શિક્ષણની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સુરત ખાતે ૧ સમરસ કુમાર છાત્રાલય તથા ૧ સમરસ કન્યા છાત્રાલય આવેલ છે. જેમાં ૧૦૦૦ કુમારો તથા ૧૦૦૦ કન્યાઓ રહીને અભ્યાસ કરે છે. જિલ્લામાં ૬૬ ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોમાં ૪૪૬૫ બાળકો રહીને અભ્યાસ કરી રહ્યા છે. સુરત જિલ્લામાં ૬૬ આશ્રમ શાળાઓ/ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓ/ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓ આવેલ છે. જેમાં ૭૮૧૫ બાળકો અભ્યાસ કરે છે. ઉમરપાડા ખાતે કલ્ચરલ કમ કોમ્યુનીટી હોલના બાંધકામ માટે સરકારશ્રી તરફથી રૂ.૨૬૩.૧૦ લાખની વહીવટી મંજુરી મળેલ.
સદર કામ પૂર્ણ થયેથી ટુંક સમયમાં તાલુકાના આદિજાતિના લોકોને આ સુવિધાનો લાભ મળશે. સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં અભ્યાસ માટે ફ્રી શીપ કાર્ડ યોજનાનો અમલ પણ થાય છે. ધોરણ-૬ થી ધોરણ-૧૨ના વિધાર્થીઓ માટે ટેલેન્ટ પુલ યોજનાનો અમલ થાય છે. વિદ્યાસાધના યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં ધોરણ-૯ની કુલ ૨૮૮૫ કન્યાઓને સાયકલની સહાય તેમજ કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં ફુડ બીલની યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૪૨૯૪ વિદ્યાર્થીઓને રૂ.૫૩૧.૦૭ લાખની સહાય ચુકવાઈ છે. ગણવેશ સહાય યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં ધોરણ-૧થી ૮ના કુલ ૮૬૬૭૭ વિદ્યાર્થીઓને રૂ.૮૦૦.૯૯ લાખની સહાય ચૂકવાઈ છે.
પ્રાઇવેટ ટ્યુશન સહાય યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં કુલ ૫૦૩ વિદ્યાર્થીઓને રૂ.૭૫.૪૫ લાખની સહાય ચૂકવવામાં આવી છે. શૈક્ષણિક સાધન સહાય યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં કુલ ૬૬૧ વિદ્યાર્થીઓને રૂ.૨૬.૪૪ લાખની સહાય, આ ઉપરાંત આદિજાતિના વિકાસ માટે સરકાર દ્વારા અમલમાં મુકાયેલ કુંવરબાઈનું મામેરું, સાતફેરા સમુહલગ્ન યોજના અંતર્ગત લાભાર્થીને રૂ.૧૨,૦૦૦ની સહાય મુજબ વર્ષ ૨૦૨૨-૨૩ માટે કુલ રૂ.૧૦૪.૮૮ લાખની સહાય તેમજ વ્યક્તિગત ધોરણે મકાન સહાય યોજના અંતર્ગત લાભાર્થીને રૂ.૧,૨૦,૦૦૦/-ની સહાય લેખે કુલ રૂ.૨૭૦.૫૦ લાખની સહાય આપવામાં આવી છે. મફત તબીબી સહાય યોજના હેઠળ દર્દીઓને વર્ષ ૨૦૨૨-૨૩માં રૂા.૨૩.૪૮ લાખની ચુકવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાપોદ્રામાં હીરાબાગ નજીક બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં આધેડનું મોત
November 24, 2024સુરત શહેરમાં યુવકને માંઠુ લાગતાં અને યુવતીએ બીમારીને કારણે આપઘાત કર્યો
November 24, 2024અમદાવાદનાં ઠક્કરનગરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલાને રોકી ધમકી આપી
November 24, 2024નાઘેડી ગામનો ભરણપોષણ અને મારામારીનાં કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો
November 24, 2024