સુરત શહેર ભાજપ પ્રમુખ અને ભાજપના બે કોર્પોરેટર બાદ હવે સુરત મજુરા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કોરોના પોઝીટીવ આવતાં તેઓ સારવાર માટે અલથાણ કોવિંદ હોસ્પિટલમાં દાખલ થયાં છે. વિવાદોમાં સતત સપડાતા રહેતા સુરતના મજૂરા વિધાનસભા બેઠક ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હર્ષ સંઘવીએ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન કેશોદ ચોકડી પર ગરબા લીધા હતાં. આ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે. સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગરા ઉડયા હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાનો ડર પણ વ્યક્ત કરવામાં આવી રહ્ના હતો. આ દરમિયાન મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને કોરોના થતાં અન્ય કેટલા લોકોને કોરોના થયો હશે તે પણ સવાલો ઉભા થઈ રહ્નાં છે.ધારાસભ્ય હર્ષ સંઘવી ગાંધીનગર હતા ત્યારે તેમને લક્ષણ દેખાતા તેઓ કાર ડ્રાઈવ કરીને સીધા સુરતની હોસ્પિટલમાં દાખલ થયાં છે. કોરોના સંક્રમણ વખતે લોકોની સેવામાં સક્રિય રહેલા ધારાસભ્યએ ટ્વિટ દ્વારા માહિતી આપી હતી અને પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટીન થવા અને ટેસ્ટ કરાવી લેવા માટેની અપીલ કરી છે.
સુરતના મજુરા વિસ્તારના ધારાસભ્ય અને પાલિકાના અલથાણ કોમ્યુનીટી હોલમાં ચાલતા મજુરા મિત્ર મંડળના અટલ કોવિડ કેર સાથે સીધા સંકળાયેલા હર્ષ સંઘવીનો ગુરૂવારે કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓ ગાંધીનગર હતા ત્યારે શરીર તુટવું, શરદી સાથે અન્ય લક્ષણ જણાતા તેઓ કાર ડ્રાઈવ કરીને સીધા સુરત આવ્યા હતા જ્યાં તેમનો ટેસ્ટ પોઝીટીવ આવતાં તેઓ અઠવા ઝોનની અલથાણ કોવિંદ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ થયાં છે. તેઓએ છેલ્લા કેટલાક દિવસમાં તેમના સીધા સંપર્કમાં આવતાં તમામ લોકો અને કાર્યકરોને કોવિડનો ટેસ્ટ કરાવવા તથા સેલ્ફ કોરોન્ટાઈન થવા માટે અપીલ કરી છે. તેઓએ કહ્નાં જણાવ્યું હતું કે, હાલ મારી સ્થિતિ સારી છે પરંતુ મારી સારવાર પુરી થયાં બાદ સુરતના કોરોના પોઝીટીવ દર્દીઓની સારવારની કામગીરી બમણા વેગથી કરવા માટેની મારી તૈયારી છે.
આ પહેલાં સુરત શહેર ભાજપ પ્રમુખ નિતીન ભજીયાવાલા તથા તેમના પત્ની અને પુત્ર કોરોના પોઝીટીવ આવ્યા છે અને હોસ્પીટલમાં સારવાર લઈ રહ્નાં છે. ઉપરાંત ભાજપના કોર્પોરેટર હિતેશ ગામિત અને હાલ રમેશ ઉકાણી પણ કોરોના પોજીટીવ આવ્યા છે. જ્યારે કોંગ્રેસના પણ એક કોર્પોરેટર કોરોના પોઝીટીવ આવ્યા હતા. લોકો સાથે હવે ભાજપના કોર્પોરેટરો અને નેતાઓ પોઝીટીવ આવી રહ્નાં છે તેવામાં ભાજપ- કોંગ્રેસ દ્વારા થતાં સંમેલન અને રેલીઓ સામે પણ પ્રશ્ન ઉભા થયાં છે.અત્રે ઉલ્લખનિય છે કે કેશોદ ચોકડી પર ગરબા હર્ષ સંઘવી રમ્યા હતાસી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન હર્ષ સંઘવી તેમની સાથે જોડાયા હતાં. સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કર્યા બાદ શરૂ થયેલા પ્રવાસમાં હર્ષ સંઘવી સાથે હતાં. જૂનાગઢથી પ્રવાસ રાજકોટ તરફ આવી રહ્ના હતો તે દરમિયાન કેશોદ ચોકડી પાસે જાહેરમાં રોડ પર ગરબા રમવામાં આવ્યાં હતાં. જેમાં હર્ષ સંઘવી પણ ગરબા રમતા જોવા મળ્યાં હતાં.સાથે જ કાર્યકરોને ગરબે રમવા માટે જોડાવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્નાં છે. જેમાં ગરબે ન રમે તેમને સાસુના સમ આપવામાં આવી રહ્નાં હોવાનું વીડિયોમાં સ્પષ્ટ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500