બાળ ન્યાય (બાળકોની કાળજી અને રક્ષણ) અધિનિયમ-૨૦૧૫ ની કલમ-૭૪ (૧) હેઠળ કોઇપણ અખબાર, સામાયિક, ફેસબુક, વોટસઅપ, ટવીટર કે અન્ય માધ્યમોમાં ઘર વિહોણા, મજૂરી કરતાં, ભીખ માંગતા અનાથ, ઍક જ વાલી વાળા, નિરાધાર, વિકલાંગતા ધરાવતા, માનસિક બીમાર, બાળ લગ્ન કરાવેલ, શોષિત, અસાધ્ય રોગથી પીડાતા તેમજ જે બાળકો વિરુધ્ધ કોઇ ગુનો કર્યાનો આક્ષેપ હોય અથવા જે બાળકો પોતે ગુનાનો ભોગ બનેલા હોય, આવા બાળકો કે જેઓ બાળ સંભાળ સંસ્થાઓમાં આશ્રય લેતા હોય તેમના નામ, સરનામા, ફોટોગ્રાફસ, શાળા, લખાણ કે અન્ય રીતે તેમની ઓળખાણ જાહેર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જો બાળકની પ્રસિધ્ધિ બાળકના હિતમાં હોય તો ડિસ્ટ્રીકટ ચાઇલ્ડ વેલફેર કમિટી અને જુવેનાઇલ જસ્ટીસ બોર્ડની પરવાનગી મેળળવ્યા પછી જ કરી શકાશે. બાળ ન્યાય (બાળકોની કાળજી અને રક્ષણ) બાબત અધિનિયમ ૨૦૧૫ હેઠળ કોઇપણ વ્યકિત કલમ ૭૪ (૧) ની જાગવાઇઓનું ઉલ્લંઘન કરશે તો તે છ મહિના સુધીની કેદની સજા અથવા બે લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજાને પાત્ર થશે.
નવસારી જિલ્લામાં કોઇપણ ૧૮ વર્ષથી નાની વયના બાળકોના અધિકારોનું હનન, શારિરીક તથા માનસિક અત્યાચાર કે શોષણ, અનાથ, નિરાધાર, તરછોડાયેલા, કુટુંબ વિહોણા અથવા કોઇપણ પ્રકારની મુશ્કેલીમાં મુકાયેલા બાળકોના કાળજી અને રક્ષણ માટે રૂબરૂ અથવા ફોનથી સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, નવસારી દ્વારા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500