તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના ડોલારા ગામની સીમ માંથી પસાર થતો વ્યારા-ભેંસકાતરી માર્ગ પર રાત્રે બે બાઈક વચ્ચે થયેલ ટક્કરમાં એક જણાનું મોત નીપજ્યું હતું જયારે બીજાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગેની જાણ વ્યારા પોલીસને થતા ઘટના સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર વ્યારા તાલુકાના ડોલારા ગામની સીમ માંથી પસાર થતો વ્યારા-ભેંસકાતરી માર્ગ ઉપર તા.૯મી નારોજ રાત્રે ૯:૦૦ કલાક ના અરસામાં જીતેન્દ્રભાઈ રમેશભાઈ ગામીત પોતાની યુનીકોન બાઈક નંબર જીજે-૨૬-એમ-૨૯૬૯ લઈને પોતાના ઘરે આવતા હોય,ત્યારે નંબર વગરની બ્લ્યુ કલરની પલ્સર બાઈકનો ચાલક પંકજભાઈ નરેશભાઈ ગામીત પોતાનું કબ્જાનું પલ્સર બાઈક પુરઝડપે અને બેફિકરાઈથી ગફલતભરી રીતે ચલાવી જીતેન્દ્રભાઈ ગામીતની બાઈકને અડફેટેમાં લેતા જીતેન્દ્રભાઈને માથામાં તેમજ જમણા હાથ પગમાં ગંભીર ઈજા પહોંચી હતી.જેમને નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જયારે પલ્સર બાઈક ચાલક પંકજભાઈ નરેશભાઈ ગામીત (ઉ.વ.૨૬) રહે,હોળીફળિયું,પેરવડ-વ્યારાને માથાના ભાગે તેમજ ડાબા હાથ પગ તથા શરીરે ગંભીર ઈજા પહોંવાના કારણે મોત નીપજ્યું હતું.બનાવ અંગે વ્યારા પોલીસે ઈજાગ્રસ્ત જીતેન્દ્રભાઈ ના ભાઈ ધર્મેશભાઈ રમેશભાઈ ગામીત રહે,કરંજવેલ,ખખડીયુ ફળિયું-વ્યારાની ફરિયાદને આધારે ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ HC યોગેશભાઈ રોહીદાસ કરી રહ્યા છે.અત્રેઉલ્લેખ્નીય છેકે,ડોલારા ગામની સીમ માંથી પસાર થતા માર્ગો ઉપર સ્પીડ બ્રેકર બનાવવા અનેક વખત ગ્રામજનો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તંત્રના જવાબદાર અધિકારીઓના પેટનું પાણી સુધ્ધા હાલતું નથી.
High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application